<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભારે વરસાદ

સૌથી વધુ સાગબારા માં અને સૌથી ઓછો ગરુડેશ્વર તાલુકામાં નોંધાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સોમવારે ભારે વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં અને સૌથી ઓછો ગરુડેશ્વર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 
જિલ્લામાં સોમવારે વરસાદ ની સ્થિતિ પર નજર નાખીએ તો તિલકવાડા -૨૦ મીમી, નાંદોદ – ૪૩ મીમી, દેડિયાપાડા – ૧૧ મીમી, સાગબારા – ૭૯ મીમી, ગરૂડેશ્વર · ૦૨ મીમી, ચિકદા – ૫૩ મીમી વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં કુલ 5 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે.
જોકે સોમવારે પડેલા ધોધમાર વરસાદ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો માં પાણી ભરાયા હતા. અને દેડિયાપાડા, સાગબારા તાલુકામાં પણ પાણી ભરાતા પરિસ્થિતિ કપરી જોવા મળી હતી. આજે મંગળવારે પણ વાદળછાયુ વાતવરણ જોવા મળ્યું.

(10:25 PM IST)