<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ તૂટી પડી શકે

આગામી કલાકોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનવાની સંભાવનાને પગલે તંત્ર પણ સતર્ક બન્યું

અમદાવાદ : રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ તૂટી પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને ભારે પવન દરમિયાન જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે. આગામી કલાકોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનવાની સંભાવનાને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે.

(7:31 PM IST)