<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ :ખાપરી નદીમાં આવેલા પૂરમાં ફસાયેલા 41 મજૂરોનું કરાયું રેસ્ક્યુ

નદીના કાંઠે આવેલ નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરતા મજૂર ફસાયા હતા : રેસ્ક્યું કરાયેલા તમામ મજૂરોને હનુમાનજીના મંદિરે ખસેડવામાં આવ્યા

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાપરી નદીના કાંઠે 41 જેટલા મજૂરોને પાણીમાં ફસાયા હતા. જિલ્લા વહીવટી તંત્રને જાણ ની સાથે જ તમામ 41 જેટલા મજૂર ને સહી સલામત રેસ્ક્યુ કરાયા. ખાપરી નદીના કાંઠે આવેલ નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરતા મજૂર ફસાયા હતા. મજુર ફસાયાની ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન અંતર્ગત પૂર્વ ફસાયેલા તમામ મજૂરોને કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. રેસ્ક્યું કરાયેલા તમામ મજૂરોને  હનુમાનજીના મંદિરે ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તમામ રેસ્ક્યૂ કરાયેલા મજૂરોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

(9:00 PM IST)