તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
અમદાવાદમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણથી અનેક ફલાઈટ ડાઈવર્ટ કરી
વિવિધ એરલાઇન્સની ૬૦થી વધુ ફ્લાઇટ્સ સમયસર ટેક-ઓફ કે લેન્ડ ન થઈ શકતા મોડી પડી

અમદાવાદમાં સર્જાયેલા ખરાબ વાતાવરણ અને ભારે વરસાદના કારણે હવાઈ મુસાફરી પર માઠી અસર પડી છે. અતિશય પ્રતિકૂળ હવામાનને પગલે અમદાવાદ આવતી ૭ જેટલી ફ્લાઇટ્સને લેન્ડ કરવામાં મુશ્કેલી પડતાં તેને અન્ય એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, વિવિધ એરલાઇન્સની ૬૦થી વધુ ફ્લાઇટ્સ સમયસર ટેક-ઓફ કે લેન્ડ ન થઈ શકતા મોડી પડી હતી, જેના કારણે મુસાફરો ભારે રઝળપટ્ટ અને પરેશાનીમાં મુકાયા હતા. સ્થિતિ વધુ વણસતાં અમદાવાદથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ આખરે રદ કરવામાં આવી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
