<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજપીપલા શહેર સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારીના ભાગરૂપે સ્થળાંતર કરાવવામાં આવ્યું

નર્મદા જિલ્લામાં રાજપીપલા શહેર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારીના ભાગરૂપે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 50 પરિવારોને સુરક્ષિત આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યારે સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

(6:13 PM IST)