તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત બેઠક પહેલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અગાઉ થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને આજે 1 PI, 3 PSI સહિત 30થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસ દરખાસ્તને લઈને યોજાનારી બેઠક પહેલાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગાઉ થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને આજે 1 PI, 3 PSI સહિત 30થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
