તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદમાં ત્રણ દિવસ ગરમીનો પારો કહેર વર્તાવશે : વિવિધ 45 વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર
શહેરના અનેક વિસ્તારોમાં જેમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચવાની શક્યતા: હવામાન વિભાગે “યલો અને ઓરેન્જ એલર્ટ” તરીકે જાહેર કર્યા

અમદાવાદમાં પણ સુરજ દાદા પોતાનો પ્રકોપ વરસાવી રહ્યા છે. જેના કારણે શહેરીજનો અંગ દઝાડતી ગરમીમાં સેકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે ધોમ તડકામાં અમદાવાદીઓએ દિવસો પસાર કરવા પડે તેવી આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) તંત્રએ અમદાવાદ શહેરના વિવિધ 45 વિસ્તારોને યલો તથા ઓરેન્જ એલર્ટમાં મુક હોટ સ્પોટ તરીકે જાહેર કર્યા છે.
IMD એ આજે 7મી મે 2026થી આગામી સાત દિવસો માટે અમદાવાદ શહેરના તાપમાન અંગે જાહેર કરી છે. જે અનુસાર આગામી ત્રણ દિવસ માટે શહેરના અનેક વિસ્તારોમાં જેમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જેને હવામાન વિભાગે “યલો અને ઓરેન્જ એલર્ટ” તરીકે જાહેર કર્યા છે. આ પૂર્વાનુમાન મુજબ આગામી 3 દિવસ જે તે ચોક્કસ
હવામાન વિભાગની આગાહીને આધારે અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ અમદાવાદ શહેરના 6 ઝોનમાં 17 વોર્ડમાં કુલ 45 હોટ સ્પોટ તરીકે જાહેર કર્યા છે. અમદાવાદના લાંભા, વટવા, ઈસનપુર, બહેરામપુરા, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, અમરાઈવાડી, ઓઢવ, ચાંદખેડા, સરદારનગર, નરોડા, થલતેજ, બોડકદેવ, ગોતા, સરખેજ, મક્તમપુરા સહિતના વિસ્તારોમાં અનેક નાના નાના એરિયાને AMCએ હોટ સ્પોટ જાહેર કર્યા છે. જે-તે વિસ્તારનાં મહત્તમ એર- ટેમ્પરેચરને આધારે આવનાર ત્રણ દિવસ માટેનાં આ હોટ સ્પોટ વિસ્તારોમાં ગરમીનો મહાપ્રકોપ વર્તાશે
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
