<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સુરતના વરાછામાં હૃદયદ્રાવક ઘટના:પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિએ પણ જીવન ટૂંકાવ્યું : બંને સંતાનો નિરાધાર બન્યા

પત્નીએ તેના પ્રેમી સાથે તાપી નદી કિનારે ઝેરી દવા પી જીવ દીધો હતો :પત્નીના લગ્નેતર સંબંધની જાણ થતાં ઊંડો આઘાત અનુભવ્યો હતો

સુરતના વરાછામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિએ પણ જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી મુજબ, પત્નીએ તેના પ્રેમી સાથે તાપી નદી કિનારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના લગ્નેતર સંબંધની જાણ થતાં 40 વર્ષીય પતિ સિદ્ધાર્થ ખેરનારે ઊંડો આઘાત અનુભવ્યો હતો. પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતથી વ્યથિત સિદ્ધાર્થે ઘરમાં જ જીવન ટૂંકાવ્યું હતું. એક જ પરિવાર પર ત્રણ દિવસમાં બે આઘાતજનક ઘટનાઓથી શોકનો માહોલ છવાયો છે. માતા બાદ હવે પિતાની છત્રછાયા પણ ગુમાવતા બંને સંતાનો નિરાધાર બન્યા છે. ઘટનાને પગલે પરિવારમાં કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે.

(8:27 PM IST)