News of Thursday, 18th June 2026
મહીસાગરના બાલાસિનોરના જનોડ ગામે હૃદયદ્રાવક ઘટના : નદીમાં નહાવા ગયેલ વૃદ્ધને મગરે નદીમાં ખેંચી મોતને ઘાટ ઉતાર્યા:અરેરાટી
સ્થાનિક મામલતદાર અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો : સ્થાનિકોની મદદથી વૃદ્ધના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની નજીક વહેતી નદીમાં નાહવા ગયેલા ભીખાભાઈ નાયક નામના એક વૃદ્ધ પર મગરે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. મગર આ વૃદ્ધને પોતાનો શિકાર બનાવીને નદીમાં ખેંચી જતા મોતને ઘાટ ઉતાર્યા હતા.
ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક મામલતદાર અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી વૃદ્ધના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર જનોડ ગામ અને આસપાસના પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
