તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન પર હૃદયકંપાવનારી ઘટના: યુવતી અચાનક સ્ટેશનની ઊંચાઈ પરથી નીચે રોડ પર પટકાઈ
વાડજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મેટ્રો સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ હાથ ધરી

અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન પર આજે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે.એક અજ્ઞાત યુવતી અચાનક મેટ્રો સ્ટેશનની ઊંચાઈ પરથી નીચે રોડ પર પટકાઈ હતી.યુવતી નીચે પડતાં જ આસપાસના લોકો અને મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તેણીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મેટ્રો સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ હાથ ધરી છે.આ ચકચારી મામલામાં યુવતીનો પગ લપસતાં આ એક અકસ્માત સર્જાયો છે કે પછી તેણીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
