તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 26th September 2026
હૈયે હૈયું દળાઇ તેવી ભીડ, ૪ વર્ષની લાપતા બાળકીને બે કલાકમાં શોધી : ભાવુક દ્રશ્યો સર્જાયા...
વિકટ, વિશાળ બંદોબસ્ત છતાં વિઘ્નહર્તાના આશીર્વાદથી સહુ સારાવાના સદા થતાં હોવાનું વધુ એક ઉદાહરણ બહાર આવ્યું... : સુરતના pi કે. ડી જાડેજા અને ટીમની કાબિલેદાદ કામગીરી પર ભાવિકો આફ્રિન...

રાજકોટ, તા.૨૬: સુરતમાં ગણપતિ વિસર્જનનો પોલિસ બંદોબસ્ત ખુબ કપરો અને વિકટ હોય છે, સિનિયર પોલિસ અધિકારિઓના માર્ગ દર્શનમાં અનુભવી પોલિસ ઇન્સ્પેકટરો અને સ્ટાફ ખુબ જહેમતથી સુરક્ષા, અને સેવાકીય કાર્યો બજાવે છેં, આમા પૂજ્ય ગણપતિ દાદાના આશીર્વાદ ભળતા હોવાની માન્યતાની પુષ્ઠિ કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગણપતિ વિસર્જનનો બંદોબસ્ત સમયે કંટ્રોલ રૂમ દ્વારા એક ૪ વર્ષની બાળકી ગુમ થયા અંગેનો કોલ મળ્યો. કોલ મળતા સાથે જ પાંડેસરા પોલિસ મથકના પોલિસ ઈસ્પેક્ટર કે. ડી. જાડેજા તુરંત એક્ટિવ બન્યા. અને તાકીદે ડી સ્ટાફ અને શી ટીમ એક્ટિવ કરી. આ ટીમ દ્રારા ૩૭ જેટલાં કેમેરાઓ તપસ્યા, અને ૨ કલાકમાં ગુમ થયેલ બાળકીને શોધો પરિવારને હેમખેમ સુપરત કરી, અને ખુશીના દર્શ્યો સર્જાયા હતા.(૨૩.૭)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
