<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં ગુરુવારે હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

જામા મસ્જિદને પ્રાચીન જૈન મંદિર ગણાવી હાઈકોર્ટમાં અરજી :મસ્જિદ નહીં, અશ્વબોધ તીર્થ-શકુનિકા વિહાર હોવાનો અરજદારોનો દાવો: ASIએ જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધ્યાનો આક્ષેપ

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં આવતીકાલ ગુરુવાર 22મી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે .જામા મસ્જિદને પ્રાચીન જૈન મંદિર ગણાવી હાઈકોર્ટમાં અરજી કરેલ છે.  મસ્જિદ નહીં, અશ્વબોધ તીર્થ-શકુનિકા વિહાર હોવાનો અરજદારોનો દાવો છે  ASIએ જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધ્યાનો આક્ષેપ કરાયો છે, જૂન 2026માં ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી હોવાનો દાવો કરાયો છે, મૂર્તિ મળી હોવાના દાવાના સમર્થનમાં કોર્ટમાં વીડિયો લિંક રજૂ કરાઈ હતી  મૂર્તિ અને ઐતિહાસિક સ્મારકના સ્તંભોને નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ હતી  ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા આપવાની માગ ઉઠાવી છે  જૈન સમાજને પૂજાની મંજૂરી આપવા અરજદારોની માગ છે  ASIના નિષ્ણાત અધિકારીને હાજર રાખવા અગાઉની સુનાવણીમાં સૂચન કરાયું હતું .

(8:58 PM IST)