News of Friday, 31st July 2026
ભારે વરસાદ પછી પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ
વિરમગામ તાલુકામાં સર્વેલન્સ, એમ.એલ.ઓ છંટકાવ, ક્લોરીન ટેબલેટ વિતરણ, જનજાગૃતિ સહિતની વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપવાસથી આવેલા પાણીના કારણે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ કરવામાં આવી છે. તાલુકા આરોગ્ય કચેરી વિરમગામની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સઘન ફિલ્ડ સર્વેલન્સ, એમ.એલ.ઓ છંટકાવ, ક્લોરીન ટેબલેટ વિતરણ, જનજાગૃતિ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાલુકા આરોગ્ય કચેરી વિરમગામની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સેવાઓ સઘન બનાવવા સારું તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન થાય અને જન આરોગ્ય જોખમાય નહિ તે હેતુ થી સર્વેલન્સની કામગીરી શરૂ કરવા માટે તાલુકા વિસ્તારના પ્રા.આ.કેન્દ્રોમાં સુચના આપી તમામ વિસ્તારોને અગમચેતીના ભાગરૂપે કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવી છે. જે અનુસંધાને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે ફરીને પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા સંબંધી સર્વે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પાણીના સુદ્ધીકરણ માટે ઘરે ઘરે ક્લોરીનની ટીકડીનું વિતરણ કરવામાં આવી રહે છે તથા મચ્છર કરડવાથી થતા મેલેરિયા,ડેન્ગ્યું, ચીકનગુનિયા વગેરે રોગો અટકાવવા મચ્છરઉત્પતિ અટકાવવા એમ.એલ.ઓ છંકટાવ અને ફોગીંગ કામગીરી, પોરાનાશક કામગીરીના ભાગ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. સાંપ્રત પરિસ્થિતિ અનુસંધાને તાલુકા આરોગ્ય વિરમગામના તાબા હેઠળના અસરગ્રસ્ત ગામોમાં મેડીકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
