તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
અમદાવાદના કઠવાડા GIDCમાં આરોગ્ય વિભાગના 'વૃષ્ટિ ટ્રેડિંગ' પર દરોડા :450 કિલો શંકાસ્પદ ચૂનો ઝડપી પાડ્યો
જપ્ત કરાયેલા ચૂનાના સેમ્પલને ફૂડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા : લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ચૂનામાં કોઈ હાનિકારક રસાયણો કે અશુદ્ધિઓ ભેળવવાઈ હતી કે કેમ.

અમદાવાદમાં પાન-મસાલાના શોખીનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના કઠવાડા GIDC વિસ્તારમાં આવેલા 'વૃષ્ટિ ટ્રેડિંગ' નામના એક યુનિટ પર ઓચિંતા દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલો શંકાસ્પદ ચૂનાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ યુનિટ કોઈ પણ પ્રકારના માન્ય ફૂડ લાયસન્સ વગર ધમધમી રહ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે દરોડા દરમિયાન અંદાજે 450 કિલો જેટલો શંકાસ્પદ ચૂનો જપ્ત કર્યો છે. આ ચૂનાના પેકિંગ પર કરવામાં આવેલા માર્કિંગ પણ શંકાસ્પદ જણાઈ આવતા તંત્ર દ્વારા તેને તાત્કાલિક સીઝ કરી દેવામાં આવ્યું છે. પાન-મસાલામાં વપરાતો આ ચૂનો સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાની આશંકાને પગલે વિભાગ દ્વારા નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ચૂનાના સેમ્પલને ફૂડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ચૂનામાં કોઈ હાનિકારક રસાયણો કે અશુદ્ધિઓ ભેળવવામાં આવી હતી કે કેમ. હાલ તો આ યુનિટને સીલ કરીને સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. આ ઘટનાએ ફરી એકવાર પાન-મસાલા અને તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
