<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

વડોદરામાં ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં આરોગ્ય વિભાગની તપાસ : અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

ટીમે પૂર્વ ઝોનમાં રાત્રિના સમયે ચાલતી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ કર્યું

વડોદરામાં ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ખોરાક શાખાની ટીમે પૂર્વ ઝોનમાં રાત્રિના સમયે ચાલતી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ કર્યું હતું. દરમિયાન ખોડિયારનગરની સાઈ કૃપા પંજાબી ખાણામાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક ગણાતા અજીનોમોટાનો જથ્થો પણ મળી આવતા વડોદરા મનપાના આરોગ્ય વિભાગની ટીમે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

(1:44 PM IST)