તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો: 27 વેપારી એનાલોગ પનીર વેચતા ઝડપાયા
સાત પાણીપુરીના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત કલરનો ઉપયોગ:પાણીપુરીના 86 નમૂનામાંથી સાત નમૂના કેમિકલ યુક્ત પ્રતિબંધિત ફૂડ કલર મળ્યો :મે મહિનામાં 1464 એકમોની તપાસ કરી 10.51 લાખનો દંડ વસુલાયો

અમદાવાદમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો કુલ 27 વેપારી એનાલોગ પનીર વેચતા ઝડપાયા હતા જયારે સાત પાણીપુરીના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે . પાણીપુરીના 86 નમૂનામાંથી સાત નમૂના કેમિકલ યુક્ત પ્રતિબંધિત ફૂડ કલર મળી આવ્યો હતો મે મહિનામાં 1464 એકમોની તપાસ કરી 10.51 લાખનો દંડ વસુલાયો હતો કુલ 28 એકમોના નમુના અપ્રમાણિત આવ્યા. 21 નમુના સબ સ્ટાન્ડર્ડ અને સાત નમૂના સંપૂર્ણપણે અનશેફ જાહેર કરાયા હતા . પાણીપુરીનું પાણી, રગડો, હળદર, કેરીનો રસ, આઈસ્ક્રીમ, બટર, પનીર, માવો, મિલ્ક શેક અને ચીઝ સહિતના સેમ્પલો લેવાયા હતા.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
