તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદર એક હજારની લાંચ લેતા ઝડપાયો
હિંમતનગરમાં રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા રૂ. 2 હજારની લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ રૂ. 1 હજાર લેતા ACBના છટકામાં સપડાયો

હિંમતનગર ACBએ સફળ ટ્રેપ ગોઠવી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદરને એક હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા માટે તેમણે રૂ. 2 હજારની લાંચની માંગણી કરી હોવાનો આરોપ છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે મહેસાણા ACBએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદ મુજબ રેતી ભરેલા ટ્રેક્ટર સામે કાર્યવાહી ન કરવા અને તેને ડિટેઇન ન કરવા માટે હેડ કોન્સ્ટેબલે રૂ. 2 હજારની લાંચ માગી હતી. લાંચની માંગણીમાંથી રૂ. 1 હજારની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
મહેસાણા ACBની ટીમે હિંમતનગર ખાતે ટ્રેપ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરને રૂ. 1 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે. RTO ગ્રામ્ય પોલીસ ચોકી, RTO સર્કલ ખાતે લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી હતી ત્યારે ACBની ટીમે કાર્યવાહી કરી હતી.
લાંચના આ છટકામાં ટ્રેપીંગ અધિકારી તરીકે શ્રીમતી એચ. જે. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે મહેસાણા હતા
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
