<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

અને, હર્ષોઉલ્‍હાહિત બનેલ હર્ષભાઈ (સંઘવી) રાસ રમવા દોડી ગયા...

અદભુત માહોલ, લાઇટિંગ, સુર તાલ સંગીતનો અદભુત નજારો નિહાળી કલા અને સંસ્‍કળતિ પ્રેમી નાયબ મુખ્‍યમંત્રી પોતાની જાતને બધા સાથે કનેક્‍ટ થતા રોકી ન શકયા... ડેપ્‍યુટી CMને અદભુત રીતે ઝૂમતા જોઈ, મુખ્‍ય પોલિસવડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક, સીપી અનુપમસિંહ ગેહલોત, એસીબી વડા પિયુશ પટેલ, સહીતના IPS પણ રાસના તાલે ઝૂમ્‍યા...

રાજકોટ, તા.૧૫: IPS મેસ ખાતે પરંપરા મુજ્‍બ નવરાત્રી રાસ મહોત્‍સવ યોજાયેલ, આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી ટ્રેડિશનલ ડ્રેસમાં મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલ.

IPS મેસ ખાતે આખો માહોલ, નજારો, લાઇટિંગ, સંગીત વિગેરે કોઈ પણ કલા, સંસ્‍કળતિના હિમાયતીને રાસમાં જોડાવવા આકર્ષ્‍યા વગર રહે નહિ, અને થયું પણ એવું આપણા યુવા નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી કે જે ખૂબ સારી રીતે તાલબધ્‍ધ રીતે રમી શકે છે. તેવો પોતાના વિભાગ ગ્રહ વિભાગ સાથે કનેક્‍ટ થવા અચાનક મેદાનમા આવી અદભુત રાસ રમવા લાગ્‍યા, આ જોઈ રાજ્‍યના મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક, CID વડા ડો કે એલ. એન. રાવ, પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એસીબી વડા પિયુસ પટેલ, સહીતના અધિકારીઓ પણ જોડાયેલ.

(2:21 PM IST)