<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

વડોદરા જિલ્લામાં હર્ષ સંઘવીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બન્‍યાઃ જનસંવાદ સાધ્‍યો

કનોડા ગામે ગ્રામસભા, સાવલી પોલીસ લાઇન ખાતે ગણપતિ મહોત્‍સવ અને KJIT ખાતે યુવા સંવાદમાં ઉપસ્‍થિતિ

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે વડોદરા જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહી ગ્રામજનો, યુવાનો અને નાગરિકો સાથે સંવાદ સાધ્‍યો હતો. તેમણે કનોડા ગામે યોજાયેલી ગ્રામસભામાં સહભાગી થઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગામમાં તેમના આગમન પ્રસંગે યુવાનો દ્વારા બાઇક રેલી યોજી તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ બાઇક રેલીમાં યુવાનો સાથે બાઇક પર સવાર થઈ કણોડા ગામે પહોંચ્‍યા હતા. ગ્રામસભા દરમિયાન તેમણે ગ્રામજનો સાથે વિવિધ સ્‍થાનિક પ્ર‘ો અંગે સંવાદ સાધવાની સાથે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને ગ્રામજનોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ બાઇક રેલીમાં યુવાનો સાથે બાઇક પર સવાર થઈ કણોડા ગામે પહોંચ્‍યા હતા. ગ્રામસભા દરમિયાન તેમણે ગ્રામજનો સાથે વિવિધ સ્‍થાનિક પ્રશ્‍નો અંગે સંવાદ સાધવાની સાથે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને ગ્રામજનોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓથી ખેડૂતો અને ગ્રામજનોના જીવનમાં થઈ રહેલા સકારાત્‍મક પરિવર્તન બદલ તેમના વતી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ ગ્રામસભામાં રાજ્‍યના મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી ડાઙ્ઘ. મનીષાબેન વકીલ, સાવલીના ધારાસભ્‍ય  કેતનભાઈ ઇનામદાર,  બી. જે. બ્રહ્મ ભટ્ટ, જિલ્લા કલેક્‍ટર ડાઙ્ઘ. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી  પાટીલ આનંદ અશોક, જિલ્લા પોલીસ અધિક્ષક  સુશીલ અગ્રવાલ સહિત વરિષ્ઠ રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ, બાઇક રેલીમાં જોડાયેલા યુવાનો તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

ત્‍યારબાદ નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ સાવલી પોલીસ લાઇન ખાતે આયોજિત ગણપતિ મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહી ભગવાન  ગણેશજીના દર્શન કરી સૌને શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમણે ધાર્મિક અને સાંસ્‍કળતિક ભાવનાથી ઉજવાતા ગણેશ મહોત્‍સવમાં સહભાગી થઈ સૌના સુખ, શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

નાયબ મુખ્‍યમંત્રીએ ત્‍યારબાદ સાવલી ખાતે KJIT કેમ્‍પસમાં યોજાયેલા ‘યુવા સંવાદ' કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. યુવાનો સાથે વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરી તેમના પ્ર‘ો અને સૂચનો જાણ્‍યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે KJIT કેમ્‍પસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું.

(2:43 PM IST)