<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

હાલોલ સેશન્સ કોર્ટનો ગૌવંશ કતલના ગુનામાં ઐતિહાસિક ચુકાદો: કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી

પ્રત્યેકને દોષિતોને સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો:દંડની રકમ ન ભરનાર આરોપીઓએ વધારાની સજા ભોગવવી પડશે

 

હાલોલ સેશન્સ કોર્ટે ગૌવંશ કતલના એક ગંભીર કેસમાં કડક વલણ અપનાવતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી કાયદો તોડનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કોર્ટના આ આદેશને ગૌવંશ સંરક્ષણ માટેના મજબૂત પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

 

હાલોલ પંથકમાં ગૌવંશ કતલના કૌભાંડમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી હાલોલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ દ્વારા આ મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે તમામ ચાર આરોપીઓને ગૌવંશ કતલના ગુનામાં તકસીરવાન ઠેરવ્યા છે.

 

 

કોર્ટના આદેશ અનુસાર, ચારેય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે પ્રત્યેક આરોપીને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમને વધુ 42 મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે. આ પ્રકારની કડક સજા ભવિષ્યમાં પણ ગુનેગારોને રોકવા માટે એક દાખલો બેસાડશે.

 

 

ગુજરાતમાં ગૌવંશ સંરક્ષણ કાયદો ખૂબ જ કડક છે, પરંતુ વારંવાર ગૌવંશ કતલના બનાવો સામે આવતા હતા. હાલોલ કોર્ટના આ ચુકાદા બાદ ગૌવંશ કતલ સાથે જોડાયેલા અસામાજિક તત્વોમાં ભારે ભય ફેલાયો છે. ન્યાયતંત્ર દ્વારા લેવાયેલું આ પગલું કાયદાના શાસનને મજબૂત બનાવે છે. સ્થાનિક લોકોએ કોર્ટના આ ચુકાદાને વધાવી લીધો છે અને જણાવ્યું છે કે, આવા ગુનેગારોને કાયદાની કડક સજા જ મળવી જોઈએ.

(11:23 AM IST)