તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
અડધા ગુજરાત પર આફતઃ ૬ ઈંચથી પણ ઓછો વરસાદ
આખું અઠવાડીયું સારો વરસાદ ભૂલી જાઓ! : ૨૬૮ તાલુકામાંથી રાજ્યના ૧૪૬ તાલુકા એટલે કે ૫૪ ટકાથી વધુ તાલુકાઓમાં ૬ ઈંચથી પણ ઓછો વરસાદ વરસ્યાઃ કેટલાક એવા તાલુકા છે જ્યાં ૩ ઈંચ પણ વરસાદ નથી થયોઃ ખેડૂતો અને માલધારીઓ કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે

અમદાવાદ તા.૧૫: જેમ જેમ વરસાદ ખેંચાઈ રહ્યો છે તેમ તેમ ખેડૂતોની ચિતામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે અડધા ગુજરાતમાં ઓછા વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. ૨૬૮ તાલુકામાંથી રાજ્યના ૧૪૬ તાલુકા એટલે કે ૫૪ ટકાથી વધુ તાલુકાઓમાં ૬ ઈંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. પરિણામે ખેડૂતો, પશુપાલકોની ચિતા વધી ગઈ છે. કેટલાક એવા તાલુકા છે જ્યાં ૩ ઈંચ પણ વરસાદ નથી થયો. જેના કારણે ખેડૂતો અને માલધારીઓ કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે.
કચ્છ જેવા પ્રદેશમાં ઘાસચારાના ભાવ ઉંચકાવા લાગ્યા છે. જ્યાં બિલકુલ વરસાદ નથી થયો ત્યાં ખેડૂતોને ખરીફ સિઝનથી હાથ ધોવા પડે એવી સ્થિતિ થઈ છે. વળી જ્યાં વાવેતર થઈ ગયું છે એવા ખેડૂતોને પણ સંતાપ ઓછો નથી. અલનીનોના કારણે વિકટ બનેલી આ સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. હવામાન નિષ્ણાતો માની રહ્યા છે કે હજુ એકાદ સપ્તાહ રાજ્યમાં સારા વરસાદ માટે અનુકૂળ સ્થિતિ નથી.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે, તે પ્રમાણે સંતોષકારક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડી શકે છે. ઉત્તર ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશનથી થોડો વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ સંભવ છે. કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠામાં હળવો વરસાદ સંભવ છે. સાબરકાંઠા, પાટણ, મહેસાણ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહેશે. નોંધનીય છે કે, વરસાદ અંગે IMDની આગાહીને અનુસરો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની તાજેતરની આગાહીમાં જણાવ્યુ છે કે, ૧૭ - ૧૮ જુલાઈ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ૧૯થી ૩૦ જુલાઈ દરમિયાન ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૨૦ જુલાઈ પછીનો વરસાદ ખેતી માટે લાભદાયક રહેશે. રથયાત્રાના દિવસે હવામાનમાં પલટો આવશે રથયાત્રાના દિવસે અમદાવાદમાં સાંજના સમયે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.ૅ નોંધનીય છે કે, વરસાદ અંગે ત્પ્ઝની આગાહીને અનુસરો.
હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, ૨૦ જુલાઈ સુધી રાજ્યમાં કોઈ પણ પ્રકારની ભારે કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. જોકે, ભેજવાળા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વરસાદ બંધ થતા ગરમી વધી રહી છે અને હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહે છે જેના કારણે લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
