તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ગુરૂકુલના સંતો ભારતીય સંસ્કૃતિની પુષ્ટિ માટે કાર્યરત : દેવકૃષ્ણ સ્વામી
રાજકોટ ગુરૂકુલના વડાની સુરત ગુરૂકુલમાં પધરામણી : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના અધયક્ષ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું સુરત વેડ રોડ ગુરૂકુલમાં આગમન થતા સંતો અને હરીભકતોએ આવકારેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત, તા., ૨૩: ગુરુકુલ અને તેના સંતો સદા સ્વાર્થપૂર્તિ કે સ્વાર્થ પુષ્ટિ માટે નહીં પરંતુ ભારતીય સંસ્કળતિની પુષ્ટિ માટે કાર્યરત રહે છે એમ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીએ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા કહેલું. વધુમાં તેઓએ કહેલું કે બાળપણમાં વિદ્યા મેળવવી, યુવાવસ્થામાં ધન મેળવવું, પરંતુ એ ધન કોઈની આંતરડી દુઃખાવીને અન્યાય કે અનીતિથી ન મેળવવું. જલ્દી ધનવાન બનવા માટે ફ્રોડ કરતા ન શીખવું કે તેમાં ન ફસાવું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની દેશ વિદેશની ૬૭ શાખાઓના અધ્યક્ષ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી સુરત ગુરુકુલમાં પધારતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્વામીજીનું સ્વાગત કરેલું .
રાત્રિના સમયે ગુરુકુલના પરિસરમાં યોજાયેલ સ્વાગત પૂજન સમારોહમાં શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન અર્ચન કરેલ.
મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્વેત સ્વામી, ભક્તિતનય સ્વામી વગેરે સંતો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ કોટડીયા, લાલજીભાઈ તોરી, શિવલાલભાઈ પાંભર વગેરેએ હાર પહેરાવી તથા નાના બાળકોએ સ્વાગત નળત્ય દ્વારા સ્વામીજીનું સ્વાગત પૂજન કરેલ.
આ પ્રસંગે પુરાણી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામી, શ્રી પ્રભુ સ્વામી તેમજ મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ.
સમારોહના અંતમાં ગુરુકુલના ૮૦ બાળ અને યુવા કલાકારો દ્વારા પ્રસ્તુત રમે રાસ પિયા ઘનશ્યામ આલ્બમનું વિમોચન મહંત સ્વામી શ્રી ધર્મ વલ્લભદાસજીએ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીના હસ્તે કરાવ્યું. ૨૦૦ વર્ષ પહેલા નંદ સંતો રચિત ૩૩ મનમોહક રાસ-નળત્યો સભર એક કલાકના આ આલ્બમને તૈયાર કરનાર શ્રી વિશ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી વિવેક સ્વામીને સ્વામીજીએ આશીર્વાદ પાઠવેલા.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
