<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ગુજરાતના સ્ટાર સ્વિમર આર્યન નેહરાએ કોમનવેલ્થ ગેમ્સ (CWG) માટે ક્વોલિફાય કરી લીધું

અમદાવાદમાં યોજાયેલી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

 

ગુજરાતના સ્ટાર સ્વિમર આર્યન નેહરાએ કોમનવેલ્થ ગેમ્સ (CWG) માટે ક્વોલિફાય કરી લીધું છે. અમદાવાદમાં યોજાયેલી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2026માં તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

 આર્યન નેહરાએ પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં 15:14.88 મિનિટનો સમય નોંધીને સુવર્ણ પદક જીત્યો અને પોતાનો જ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો 

કોમનવેલ્થ ગેમ્સ માટે નિર્ધારિત ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ સમય 15:25.48 મિનિટ હતો, જે આર્યને ખૂબ જ સરળતાથી પાર કરી લીધો.]

જો કે આ અદભુત પ્રદર્શન છતાં, તેઓ એશિયન ગેમ્સના ક્વોલિફિકેશન માર્ક (15:14.27) કરતાં માત્ર માઇક્રોસેકન્ડ જેટલા સમયથી પાછળ રહી ગયા હતા.

આર્યન નેહરા (જે ગુજરાતના જાણીતા IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે) હાલ ફ્રાન્સમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે અને ભારતીય સ્વિમિંગ જગતમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે

(12:34 AM IST)