તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
દીકરીઓના કેન્સરમુક્ત ભવિષ્ય માટે ગુજરાતનું ઐતિહાસિક પગલું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ૭૧ હજારથી વધુ કિશોરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ
રાજ્યમાં ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને રક્ષણ આપી દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ, ૧ ઓક્ટોબર સુધીમાં બાકી રહેલી ૧.૪૬ લાખ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો મક્કમ લક્ષ્યાંકઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવી વિગતો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ દરેક ઘરની દીકરી સમગ્ર સમાજનું ભવિષ્ય છે. ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) જેવા ગંભીર રોગથી દીકરીઓને બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા રાષ્ટ્રવ્યાપી ણ્ભ્સ્ રસીકરણ અભિયાનને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સફળતાપૂર્વક આગળ ધપાવ્યું છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાએ જણાવ્યું છે.
માત્ર ૩ મહિનામાં ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને રસી આપીને ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આડઅસર વગરનું આ રસીકરણ સંપૂર્ણ સુરક્ષિત સાબિત થયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલા ૨.૭૨ લાખથી વધુ ડોઝના આધારે વડાપ્રધાનના જન્મદિવસે એક જ દિવસમાં ૭૧,૮૯૪ દીકરીઓનું ઐતિહાસિક રસીકરણ કરાયું હતું.
આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ૧૪ વર્ષ પૂર્ણ કરનારી તમામ ૧.૪૬ લાખ કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક છે.
આ રસી તમામ સરકારી હોસ્પિટલો, CHC અને PHC સેન્ટરો પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જેથી આરોગ્ય મંત્રીએ વાલીઓને આ મેગા ડ્રાઇવનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
