તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
બેન્કિંગ ક્ષેત્રે ગુજરાતનો દબદબો: રાજેશ ગઢવી ફેડરલ બેંકના ઝોનલ હેડ કમ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બન્યા!
ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ૪ રાજ્યોનો સોંપાયો મહત્ત્વનો હવાલો: કોટક અને ICICI બેંકમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપ્યા બાદ મળી મોટી સિદ્ધિ

અમદાવાદ : બેન્કિંગ ક્ષેત્રમાંથી ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા બેન્કિંગ નિષ્ણાત અને કુશળ બેન્કર રાજેશ ગઢવીની ફેડરલ બેંકમાં ઝોનલ હેડ તેમજ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ (Senior Vice President) તરીકે નિમણૂક કરવામાં આવી છે. દેશની અગ્રણી બેંકમાં ગુજરાતી અધિકારીને આટલી મોટી જવાબદારી મળતા રાજ્યના નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્રમાં હર્ષની લહેર છવાઈ ગઈ છે.
આ નવી નિમણૂક સાથે જ રાજેશ ગઢવી પર બેંક દ્વારા વિશ્વાસ વ્યક્ત કરીને મોટો કાર્યભાળ સોંપવામાં આવ્યો છે. તેઓ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ચાર મહત્વપૂર્ણ રાજ્યોમાં ફેડરલ બેંકના કાર્યો, વિસ્તાર અને વહીવટી પ્રક્રિયાઓને વેગ આપવાની જવાબદારી સંભાળશે. આ વિસ્તારોમાં બેંકના બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમનો લાંબો અનુભવ નિર્ણાયક સાબિત થશે.
ICICI અને કોટક બેંકમાં આપી ચૂક્યા છે સફળ સેવાઓ
ફેડરલ બેંકમાં આ ઉચ્ચ પદ સંભાળતા પહેલાં રાજેશ ગઢવી અમદાવાદ ખાતે કોટક મહાન્દ્રા બેંકના ઈનચાર્જ તરીકે પોતાની સફળ સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં ICICI બેંકમાં પણ સિનિયર અધિકારી તરીકે મહત્ત્વની જવાબદારીઓ બજાવી હતી. બેન્કિંગ ક્ષેત્રના તેમના બે દાયકાથી વધુના બહોળા અનુભવ અને નેતૃત્વ ક્ષમતાને કારણે યુવા પ્રોફેશનલ્સ માટે પણ તેઓ પ્રેરણાસ્રોત બન્યા છે. તેમની આ સિદ્ધિ બદલ બેન્કિંગ અને કૉર્પોરેટ જગતમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
