તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ગુજરાતવાસીઓ સાવધાન! જુલાઈમાં મેઘરાજા મચાવશે તાંડવ : રાજ્યમાં પ્રચંડ પૂર અને જળબંબાકારની હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ભયંકર આગાહી
5 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા : નદીઓમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારો ડૂબવાની ચેતવણી : ખેડૂતોને પાક સાચવવા અને તંત્રને એલર્ટ રહેવા સૂચના

ગાંધીનગર : ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જુલાઈ મહિના માટે ભયંકર આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 5 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળની ખાડીમાં સર્જાનારી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 10 થી 15 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, "આ સિસ્ટમના કારણે નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીમાં ઘોડાપૂર આવવાની પૂરી શક્યતા છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ જેવા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જશે." તેમણે ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા અને તંત્રને NDRFની ટીમો તૈયાર રાખવા સૂચન કર્યું છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
