News of Friday, 27th November 2026
ગુજરાતી કવિ રમેશ પારેખની આજે ૮૬ મી જન્મજયંતી
ગુજરાતી કવિતાને નવી ઓળખ આપનાર લોકપ્રિય ગીત કવિને ભાવભરી વંદના

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર રમેશ મોહનલાલ પારેખ નો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૪૦ ના રોજ અમરેલીમાં થયો હતો , આજે તેમની ૮૬ મી જન્મજયંતી નિમિત્તે તેમને ભાવભરી વંદના. તેમણે ‘ક્યાં', ‘ખડિગ', ‘સનનન', ‘ખમ્મા આલા બાપુને' અને ‘વિતાન સુદ બીજ' જેવા અનેક કાવ્યસંગ્રહો દ્વારા ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમની કવિતા ઓમાં પ્રેમ, સંવેદના, લોકજીવન અને કાઠિયાવાડી ભાષા ની મીઠાશ જોવા મળે છે, ૧૯૮૬ માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૯૪ માં ‘વિતાન સુદ બીજ' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. ૧૭ મે, ૨૦૦૬ ના રોજ રાજકોટ ખાતે તેમનું અવસાન થયું હતું , ગુજરાતી કાવ્ય જગતમાં તેમનું સર્જન આજે પણ વાચકો ના હૃદયમાં જીવંત છે , આવા અમર સર્જક ને જન્મજયંતી એ કોટિ કોટિ વંદન.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
