તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગુજરાત યુનિવર્સિટીમાં દ્રોણાચાર્ય એકેડમી ઓફ સ્પોર્ટ્સ એન્ડ આર્ટ્સ (DASA) સાથે થયેલા કરારને લઈને ABVP દ્વારા વિરોધ
DASAમાં થયેલી કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ તથા વ્યવસ્થામાં ખામીઓના આક્ષેપો સાથે ABVPએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં દ્રોણાચાર્ય એકેડમી ઓફ સ્પોર્ટ્સ એન્ડ આર્ટ્સ (DASA) સાથે થયેલા કરારને લઈને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. DASAમાં થયેલી કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ તથા વ્યવસ્થામાં ખામીઓના આક્ષેપો સાથે ABVPએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું છે.
ABVPએ DASA સાથે કરવામાં આવેલો MoU તાત્કાલિક રદ કરવાની તેમજ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ DASA સાથે થયેલા કરારના મૂળ દસ્તાવેજો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિત સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરીને ABVPએ યુનિવર્સિટી તંત્ર પાસે સમગ્ર મામલે સ્પષ્ટતા અને કાર્યવાહી કરવાની માગ કરી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
