તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સાળંગપુર ખાતે ઐતિહાસિક ૫૦મો સુવર્ણ જયંતી મહોત્સવ
દેશના ચા ઉદ્યોગ અને વ્યાપાર જગતના અગ્રણીઓ ઉજવણીમાં સહભાગી થયા

અમદાવાદઃ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે તેના સીમાચિホરૂપ ૫૦મા ગોલ્ડન જુબિલી (સુવર્ણ જયંતી) મહોત્સવ અને વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજ (પીઠાધિપતિ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી, વડતાલધામ) તેમજ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન્સ -ના ચેરમેન પારસ દેસાઈ, અગ્રણી ચા ઉત્પાદક અને ટી બોર્ડ ઓફ ઇન્ડિયા તેમજ ટી રિસર્ચ એસોસિએશનના પૂર્વ ચેરમેન પ્રભાત બેઝબોરુઆ અને જે. થોમસ એન્ડ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સંજય ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતા, આસામ અને દક્ષિણ ભારતના મુખ્ય ચા ઉત્પાદક કેન્દ્રોના અગ્રણી ઉદ્યોગ અને વ્યાપાર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પ્રવચન આપતાં એસોના પ્રમુખ મનીષ પટેલે એસોસિએશનની ઐતિહાસિક સફર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સંસ્થાના આદ્ય સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ પીયૂષભાઈ દેસાઈ દ્વારા નખાયેલા મજબૂત પાયાને યાદ કર્યો હતો, જેના કારણે આજે આ સંસ્થા પેકેજિંગ, જથ્થાબંધ, છૂટક અને કમિશન એજન્સી ક્ષેત્રના ૬૦૦ થી વધુ સક્રિય સભ્યોના હિતોનું રક્ષણ કરતી એક શક્તિશાળી વ્યાપાર અને ઉદ્યોગ સંસ્થા બની રકેલ હોવાનું જણાવેલ.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
