News of Thursday, 30th April 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષાના પેપર-૧ ની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા અરજી મૂકી શકાશે
જો કોઈ ઉમેદવારને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા જવાબમાં ભૂલ જણાય, તો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઇન વાંધો ઉઠાવી શકે

અમદાવાદ :ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વય પો.સ.ઇ. કેડર (બિન હથિયારી પો.સ.ઈ. હથિયારી પો.સ.ઇ. (પલાટુન કમાન્ડર) તથા (જેલર ગ્રુપ-ર )ની કુલ - ૮પ૮. જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ રોજ અમદાવાળ,વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કુલ-૩૭૧ શાળાઓમાં યોજવામાં આવેલ
લેખિત પરીક્ષાના પેપરનની Provisional Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ https://gar.gujarat.gov.in ઉપર જાહેર કરવામાં આવેલ છે ઉમેદવારોએ માસ્ટર સેટ પ્રશપત્ર મુજબ જવાબની ચકાસણી કરવાની રહેશે.
જો કોઇ ઉમેદવારને Provisional Answer Key માં જણાવેલ જવાબ સામે વાંધો /રજુઆત હોય તો યોગ્ય આધાર /પુરાવા સાથે તા.૦૪.૦૯૨૦૨૬ ના ક.૧૭:૦૦ સુધી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સુચનાઓ મુજબ ફકત ઓનલાઇન સુચવી શકશે. જી-મેઇલ, પોસ્ટ, કુરીયર કે અન્ય માધ્યમથી મોકલેલ અરજીઓ અથવા તારીખ /સમય વીતી ગયા બાદ મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે .
જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ લેવાયેલ પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષાના પેપર-૧ ની Provisional Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારોને જો કોઇ વાંધા/રજુઆત હોય તો તા.૦૪.૦૫.૨૦૨૬ના ક.૧૭/૦૦ સુધી ઓનલાઇન સુચવી શકશે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
