News of Friday, 3rd July 2026
ગુજરાત પર મેઘરાજાની સાર્વત્રિક મહેર : રાજ્યના કુલ ૧૭૨ તાલુકાઓમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ધમાકેદાર વરસાદ : માંગરોળમાં સૌથી વધુ ૧૨.૬૪ ઇંચ અને સુત્રાપાડામાં ૧૨.૩૬ ઇંચ વરસતાં જળબંબોળ
ટોપ-૧૦ શહેરોમાં મેઘતાંડવની સ્થિતિ : માંગરોળ ૧૨.૬૪ ઇંચ, સુત્રાપાડા ૧૨.૩૬ ઇંચ, કેશોદ ૧૦.૯૪ ઇંચ, પાટણ-વેરાવળ ૧૦.૦૮ ઇંચ, માળિયા હાટીના ૯.૧૩ ઇંચ, માણાવદર ૯.૦૬ ઇંચ, કડી ૮.8૬ ઇંચ, જામજોધપુર ૭.૦૫ ઇંચ, કોડિનાર ૫.૯૮ ઇંચ અને કુતિયાણામાં ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર:સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તારીખ ૦૨.૦૭.૨૦૨૬ ના સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને આજે તારીખ ૦૩.૦૭.૨૦૨૬ ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ ૧૭૨ તાલુકાઓમાં મુસળધાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પંથકોમાં આકાશી આફત તૂટી પડતાં જનજીવન પ્રભાવિત થયું છે અને નદી-નાળાઓ પૂરના પાણીથી છલકાયા છે.
અતિભારે વરસાદ ધરાવતા મુખ્ય તાલુકાઓની વિગતવાર સ્થિતિ:
છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના સત્તાવાર ડેટા અનુસાર સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં ૧૨.૬૪ ઇંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧૨.૩૬ ઇંચ ખાબક્યો છે. આ સિવાય કેશોદમાં ૧૦.૯૪ ઇંચ, પાટણ-વેરાવળમાં ૧૦.૦૮ ઇંચ, માળિયા હાટીનામાં ૯.૧૩ ઇંચ અને માણાવદરમાં ૯.૦૬ ઇંચ વરસાદ વરસતાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં પણ ૮.૮૬ ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જામજોધપુરમાં ૭.૦૫ ઇંચ, કોડિનારમાં ૫.૯૮ ઇંચ અને કુતિયાણામાં ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય તમામ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની આંકડાકીય માહિતી:
ટોપ-૧૦ શહેરો ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના ઇંચમાં આંકડા નીચે મુજબ છે:
૩.૦૦ ઇંચથી વધુ વરસાદ ધરાવતા તાલુકા:* વિસાવદર (૪.૦૬ ઇંચ), વલસાડ (૩.૯૮ ઇંચ), વંથલી (૩.૯૦ ઇંચ), ઓલપાડ (૩.૭૮ ઇંચ), ઉપલેટા (૩.૫૮ ઇંચ), ઉમરગામ (૩.૫૦ ઇંચ), પારડી (૩.૩૯ ઇંચ), તલાલા (૩.૩૧ ઇંચ) અને કપરાડા (૩.2૩ ઇંચ).
૨.૦૦ ઇંચથી ૨.૯૫ ઇંચ સુધીનો વરસાદ:* ખેરગામ, સિનોર અને વિજાપુરમાં ૨.૯૫ ઇંચ, ધોરાજીમાં ૨.૭૬ ઇંચ, ચીખલી અને ગરબાડામાં ૨.૬૮ ઇંચ, કુકાવાવ વાડિયા અને ધરમપુરમાં ૨.૬૦ ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં ૨.૪૮ ઇંચ, વાપી અને હંસોટમાં ૨.૪૦ ઇંચ તેમજ મેંદરડામાં ૨.૨૪ ઇંચ વરસાદ પડ્યો છે.
૧.૫૦ ઇંચથી ૨.૦૯ ઇંચ સુધીનો વરસાદ:* બાયડ (૨.૦૯ ઇંચ), વાલિયા, વીરપુર અને કોઠંબા (૨.૦૫ ઇંચ), અંબિકા (૧.9૩ ઇંચ), સાઠંબા (૧.૮૯ ઇંચ), માંગરોળ-સુરત (૧.૮૫ ઇંચ), ઉમરપાડા (૧.૮૧ ઇંચ), લીલીયા અને ફતેપુરા (૧.7૭ ઇંચ), કડાણા (૧.૬૯ ઇંચ), ઉના (૧.૬૧ ઇંચ) તેમજ જેતપુર (૧.૫૭ ઇંચ) અને ઝાલોદ (૧.૫૪ ઇંચ).
૧.૦૦ ઇંચથી ૧.૪૨ ઇંચ સુધીનો વરસાદ:* લોધિકા, નાનાપોંઢા, વાગરા, લુણાવાડા અને પ્રિંતિજમાં ૧.૪૨ ઇંચ, ડોલવણમાં ૧.૩૮ ઇંચ, રાણાવાવ અને સુખસરમાં ૧.૩૪ ઇંચ, વાલોડ, સોનગઢ અને રાજકોટમાં ૧.૩૦ ઇંચ, પલસાણા અને નાંદોદમાં ૧.2૬ ઇંચ, ગઢડા અને કપડવંજમાં ૧.2૨ ઇંચ, ઉમરાળામાં ૧.૧૮ ઇંચ, ભેસાણમાં ૧.૧૦ ઇંચ, બારડોલી, ઉકાઈ, ડેડિયાપાડા, બોટાદ અને દાંતામાં ૧.૦૬ ઇંચ તેમજ મહુવા-સુરત, વાંસદા, વઘઈ અને કામરેજમાં ૧.૦૨ ઇંચ વરસાદ વરસ્યો છે.
૧.૦૦ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓ:
આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો હતો, જેના વિગતવાર આંકડા નીચે મુજબ છે:
૦.૫૫ ઇંચથી ૦.૯૮ ઇંચ સુધીનો વરસાદ:* બરવાળા અને ગોધરા (૦.૯૮ ઇંચ), બગસરા, સુબીર અને સાંતરામપુર (૦.૯૪ ઇંચ), ગણદેવી અને અંકલેશ્વર (૦.૯૧ ઇંચ), વ્યારા, જાફરાબાદ, ગોવિંદ ગુરુ લીમડી, જોડિયા અને જોટાણા (૦.૮૩ ઇંચ), નેત્રંગ અને તારાપુર (૦.૭૯ ઇંચ), આરેથ, ઘોઘા અને ગોધર (૦.7૫ ઇંચ), જામકંડોરણા, સુરત સિટી અને ડાંગ-આહવા (૦.૭૧ ઇંચ), ગોંડલ અને લાલપુર (૦.૬૭ ઇંચ), તિલકવાડા અને રાણપુર (૦.૬૩ ઇંચ) તેમજ મહુવા-ભાવનગર, લાઠી અને ઝઘડિયામાં ૦.5૯ ઇંચ અને સગબારા, નવસારી, ગીર ગઢડા, ચુડા અને ખાનપુરમાં ૦.૫૫ ઇંચ વરસાદ રહ્યો છે.
૦.૨૦ ઇંચથી ૦.૪૭ ઇંચ સુધીનો વરસાદ:* વિસનગર (૦.૪૭ ઇંચ), જલાલપોર, સંજેલી, તલોદ અને હિંમતનગર (૦.૪૩ ઇંચ), માંડવી, કાલાવડ, ચોર્યાસી, આમોદ, બાબરા અને પોરબંદર (૦.૩૯ ઇંચ), કોટડા સાંગાણી, ઉચ્છલ, દાહોદ, સિંગવડ, માળિયા-મોરબી અને શહેરા (૦.૩૫ ઇંચ), ધારી, વલ્લભીપુર અને ધનસુરા (૦.૩૧ ઇંચ), સંખેડા, ભિલોડા, ડેટ્રોજ-રામપુરા, ભાવનગર અને કલોલ-ગાંધીનગર (૦.2૮ ઇંચ), અમરેલી, દેવગઢબારિયા, જસદણ, ચોટીલા, મૂલી અને બાલાસિનોર (૦.૨૪ ઇંચ) તેમજ ગરુડેશ્વર, વિરમગામ, શામળાજી, માણસા, ફાગવેલ અને કરજણમાં ૦.૨૦ ઇંચ વરસાદ પડ્યો છે.
૦.૧૬ ઇંચ કે તેથી ઓછો નજીવો વરસાદ:* રાજુલા, પાદરા, જંબુસર, ભરૂચ, લીંબડી, સાણંદ, માંડલ, લીમખેડા, અંજાર, ગાંધીધામ, વાંકાનેર અને મોરવા હડફમાં ૦.૧૬ ઇંચ, ચીખદા, ખંભાળિયા, ભાણવડ, ખેરાલુ અને નિઝરમાં ૦.૧2 ઇંચ, કલોલ-પંચમહાલ, સાવરકુંડલા, ખંભાત, અમદાવાદ સિટી, મેઘરજ, માલપુર, ગાંધીનગર, ઘોઘંબા, સામી અને ધ્રાંગધ્રામાં ૦.૦૮ ઇંચ તેમજ ધોળકા, મોડાસા, હડાદ અને કડવાલમાં ૦.૦૪ ઇંચ વરસાદ સાથે માત્ર હળવા ઝાપટાં જ નોંધાયા છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
