તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ગુજરાતમાં લગ્નનોંધણી, વારસાઈ, લિવ-ઇન સુધી અનેક જોગવાઈ બદલાશે
રાષ્ટ્રપતિની મંજૂરીની અંતિમ મહોર બાદ Ucc-સમાન નાગરિક સંહિતા રાજપત્રમાં પ્રસિદ્ધઃ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન માટે નવી કાનૂની વ્યવસ્થા અમલી બનશે : લગ્નમાં એકથી વધુ જીવનસાથી પર રોક, લગ્નની ફરજિયાત નોંધણી, છૂટાછેડા માટે અદાલતી પ્રક્રિયા, પુત્ર-પુત્રી માટે વારસાઈની જોગવાઈ અને લિવ-ઈન સંબંધની નોંધણી સહિતની જોગવાઈઓ, અનુસૂચિત જનજાતિ તથા બંધારણીય રીતે સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા જૂથોને અપવાદ

અમદાવાદ,તા.૩: ગુજરાતમાં વ્યક્તિગત કાયદાના ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવર્તનનો માર્ગ ખૂલ્યો છે. ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC), ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મની મંજૂરી મળ્યા બાદ રાજપત્ર (Guarate)માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાષ્ટ્રપતિની મંજુરી મળતાં જ ઉત્તરાખંડ પાડી સમાન નાગરિક સંહિતાને કાયદાકીય સ્વરૂપ આપનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી અને રાજપત્રમાં રાજપત્રમાં પ્રકાશન મળવું એ કાયદાકીય તબક્કો છે. મૂળ કાયદાની કલમ ૧(૨) મુજબ, રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને જે તારીખ નક્કી કરશે, તે તારીખથી આ સંહિતાનો પ્રત્યક્ષ અમલ શરૂ થશે.
હાલ સરકાર સમક્ષ વહીવટી માળખું ઉજિટલ પોર્ટલ, દસ્તાવેજી પ્રક્રિયા અને અમલીકરણની તારીખ જાહેર કરવાનું મહત્વનું કામ ભાડી છે.
આ કાયદાની મુખ્ય કાનૂની જોગવાઈઓ
લગ્ન માટેના નિયમો
ઉમર અને એકપત્નીત્વ- એપતિત્વ પુરુષ માટે લગ્નની લઘુતમ ઉમર વર્ષ અને ષી માટે ૧ વર્ષ નક્કી કરઈ છે. લગ્ન સમયે બંનેમાંથી કોઈનો પણ અગાઉનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ (બહુપત્નીત્વ-બહુપતિત્વ પર પ્રતિબંધ)
દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી અને રાજપત્રમાં રાજપત્રમાં પ્રકાશન મળવું એ કાયદાકીય તબક્કો છે. મૂળ કાયદાની કલમ ૧(૨) મુજબ, રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને જે તારીખ નક્કી કરશે, તે તારીખથી આ સંહિતાનો પ્રત્યક્ષ અમલ શરૂ થશે.
હાલ સરકાર સમક્ષ વહીવટી માળખું ઉજિટલ પોર્ટલ, દસ્તાવેજી પ્રક્રિયા અને અમલીકરણની તારીખ જાહેર કરવાનું મહત્વનું કામ ભાડી છે.
લગ્નવિધિની સ્વતંત્રતાઃ કાયદો કાનૂની શરતો નક્કી કરે છે, પરંતુ ધાર્મિક કે પરંપરાગત લગ્નવિધિઓ (જેમ કે સપ્તપદી, નિકાહ, આનંદ કારજ વગેરે) થાવત રહેશે.
ફરજિયાત નોંધણીઃ લગ્ન થયાના ૧૦ દિવસની અંદર તેની કાનૂની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ucc અમલમાં આવ્યા પહેલાં થયેલા જળા લગ્નોને નોંધણી માટે પણ સરકારે અલગ પ્રક્રિયા સ્પષ્ટ કરવાની રહેશે.
છૂટાછેડા અને સંતાનનું કલ્યાણ
છૂટાછેડા માટે આાલતી અને નિર્ધારિત કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે (પરસ્પર સંમતિથી છૂટાછેડાની પણ સ્પષ્ટ જોગવાઈ છે).
સંતાનની કસ્ટડી, શિક્ષણ અને ભરણપોષણમાં બાળકના હિત અને કલ્યાણને સર્વોચ્ય પ્રાધાન્ય અપાવી.
લિવ-ઈન સંબંધોનું કાનૂની માળખું
સંહિતાના ભાગ-૩ હેઠળ લિવ-ઇન સંબંધો માટે નિવેદન અને કાનૂની નોંધણી ફરજિયાત રહેશે.
સંબંધ સમાપ્ત કરવાની પ્રક્રિયા, નોંધણી અધિકારીની ભૂમિકા અને ભરણપોષણ અંગે નિયમો બનાવવામાં આવ્યા છે.
સંતાનના હક્ક
લિવ-ઇન સંબંધી જન્મેલા બાળકને તમામ કાનૂની હકો અને ભરણપોષણનો અધિકાર મળશે.
સમાન વારસાઈ હક્ક
વસિયત કર્યા વિના મૃત્યુ પામનાર વ્યક્તિની મિલકતમાં વર્ગનના વારસદારો તરીકે જીવનસાથી, સંતાનો (પુત્ર-પુત્રી સમાન) અને માતા-પિતાનો સમાવેશ થાય છે. ધાર્મિક આદારે અલગ-અલગ વારસાઈ કાયદાને બદો હવે એક સરખું માળખું રહેશે.
ખોટી માહિતી આપવા બદલ કડક સજા
લગ્ન, છૂટાછેડા કે લિવ-ઇનની નોંધણી વખતે કાયદાકીય જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાણપૂર્વક ખોટુ નિવેદન આપશે કે બનાવટી દસ્તાવેજો રજૂ કરશે, તો તેને ૩ મહિના સુધીની કેદ અથવા રૂ.૨૫,૦૦૦ સુધીનો દંડ અથવા બંને રાજા થઈ શકે છે.
આદિવાસી સમાજ માટે ખાસ અપવાદ
આ કાયદો દરેક જૂથ માટે સંપુર્ણપણે એકસરખો નથી. કાયદાની કલમ ૨ મુજબ બંધારણની કલમ ૩૬૬(૨૫) સાથે વંચાતી કલમ ૧૦ હેઠળના અનુસુચિત જનજાતિ (ST) ના સામ્યો, અને બંધારણના ભાગ -ટા હેઠળ જેમના રૂઢિગત અધિકારો સુરક્ષિત છે તેવા ચોક્કસ સમુયોને આ કાયદાના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
સરકાર સામે હવે પછીના પાંચ મોટા પડકારો
* કાયદાના પ્રત્યક્ષ અમલની તારીખ જાહેર કરવી.
*લગ્ન-સગાઉ થયેલ લગ્નોની નોંધણી માટેની સરળ પ્રક્રિયા નક્કી કરવી.
*લિવ-ઇન નોંધણી માટે જરૂરી દસ્તાવેજોની યાદી સ્પષ્ટ કરવી.
*ડિજિટલ પોર્ટલ અને નોંધણી અધિકારીઓની કચેરીઓનું માળખું તૈયર કરવું,
* સંબંધિત સરકારી વિભાગો વચ્ચે આંતરિક સંકલન સાથવુ
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
