News of Monday, 18th May 2026
શિક્ષક અને વિદ્યાર્થી રેશિયોમાં ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઘણું પાછળ
દેશમાં પ્રાથમિકમાં ૨૦ વિદ્યાર્થીએ એક શિક્ષક, જ્યારે રાજ્યમાં ૨૪ વિધાર્થીએ એક શિક્ષક : રાજ્યમાં ૧ લાખથી વધુ વિદ્યાર્થી ધરાવતી ૨૯૩૬ સ્કૂલો માત્ર ૧ શિક્ષકથી ચાલે છે : નીતિ આયોગના અહેવાલમાં રાજ્યના શિક્ષણની પોલ ખુલતા કોંગ્રેસના ચાબખા

અમદાવાદ તા.૧૮: રાજ્યની ૨૯૩૬ શાળાઓ એવી છે જ્યાં ૧.૦૫ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. આヘર્યની વાત એ છે કે, ૬૩ શાળાઓમાં શૂન્ય વિદ્યાર્થી હોવા છતાં ત્યાં ૭૮ શિક્ષકો કાર્યરત છે. શિક્ષક-વિદ્યાર્થી રેશિયોમાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાછળ છે. દેશમાં પ્રાથમિક શિક્ષણમાં ૨૦ અને માધ્યમિકમાં ૧૫ વિદ્યાર્થીએ એક શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો અનુક્રમે ૨૪ અને ૨૭ છે. ભારત સરકારના અહેવાલમાં આ આંકડાઓ સામે આવતા કોંગ્રેસ દ્વારા રાજ્યની શિક્ષણ પ્રણાલી સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. ભારત સરકારનાં નીતિ આયોગનાં સ્કૂલ એજ્યુકેશન સીસ્ટમ ઈન ઇન્ડિયાઃ ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ોર ક્વોલિટી એન્હાસમેન્ટ' અહેવાલમાં ગુજરાતનાં સતત કથળતા શિક્ષણ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાથમિક શાળાઓમાં લગભગ સાર્વત્રિક પ્રવેશની ઉજવણી કરવામાં આવી છે અને વિશ્વની સૌથી મોટી શાળા વ્યવસ્થા ૧૪.૭૧ લાખ શાળાઓ, ૧.૦૧ કરોડ શિક્ષકો અને ૨૪.૬૯ કરોડ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં ૯૩ હજારથી વધુ શાળાઓને તાળા મારવામાં આવ્યા છે, જ્યારે એકલા ગુજરાતમાં ૫૬૧૨ શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ ૬૩૧૩૪ કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એક મોટો તપાસનો વિષય છે. ગુજરાતમાં માધ્યમિક ડ્રોપઆઉટ રેટ ૧૬.૯ ટકા છે, રાષ્ટ્રીય ૧૧.૫ ટકા કરતા ઘણો વધુ છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં આઉટ-ઓફ-સ્કૂલ બાળકોમાં ૩૪૧ ટકાનો વધારો થયો છે, જેમાં ૫૪૫૪૧ વિદ્યાર્થીઓથી વધીને ૨.૪ લાખ વિદ્યાર્થીઓ આઉટ-ઓફ-સ્કૂલ છે, જેમાં ૧.૧ લાખ કિશોરીઓ છે. રાજ્ય શિક્ષણ વિભાગના પોતાના આંકડા દર્શાવે છે કે લગભગ ૪ લાખ વિદ્યાર્થીઓ આગલા તબક્કાની સીટ ન મળવાથી ડ્રોપઆઉટ થાય છે. ખાનગીકરણને કારણે રાજ્યમાં સરકારી પ્રાથમિકમાં નોંપણી ઘટી છે. અનેક ખાનગી શાળાઓ RTE નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે પરતું તેમની સામે પગલા ભરવામાં રાજ્ય સરકાર ઉદાસીન વલણ દાખવે છે. ધોરણ ૧૦ સુધીમાં ૨૭,૬ ટકા એટલે કે કુલ ૨.૩ લાખ વિદ્યાર્થીઓ વ્રેપઆઉટ થાય છે. આ વર્ષે ૬.૪ લાખ બાળકો અનટ્રેક્ડ છે.
નીતિ આયોગ અહેવાલમાં રાષ્ટ્રીય સ્તરે ! લાખથી વધુ શાળાઓનો જેમાં એક જ શિક્ષક છે જે શાળાઓમાં ૩૩ લાખ બાળકો નોંધાયેલ છે. ગુજરાતની શિક્ષણની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ગુજરાતમાં ૧૦૫૧૩૪ ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી ૨૯૩૬ શાળાઓમાં માત્ર ! શિક્ષક છે. પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૪ વિદ્યાર્થીએ ૧ જયારે રાષ્ટ્રીય સ્તરે ૨૦ વિદ્યાર્થીઓએ ૧ શિક્ષક છે. ઉચ્ચ પ્રાથમિકમાં ૨૪ વિદ્યાર્થીએ શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે ૧૭ વિદ્યાર્થીએ & શિક્ષક છે. માધ્યમિક શિક્ષણઅ ગુજરાતમાં ૨૭ વિદ્યાર્થીએ ૨ જ્યારે રાષ્ટ્રીય સ્તરે ૧૫ વિદ્યાર્થીએ ૧ શિક્ષક છે. ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યમાં ૨૫ વિદ્યાર્થીએ ૧ શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે ૨૩ વિદ્યાર્થીએ એક શિક્ષક છે જે દર્શાવે છે જે રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
