<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

કોંગ્રેસ માટે ગુજરાત માત્ર એક પ્રાંત નહીં, પરંતુ પ્રેરણાસ્ત્રોત :કાર્યકરો સાથે મળીને ગુજરાતનો માર્ગ સશક્ત કરાશે : રણદીપ સુરજેવાલા

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બન્યા બાદ રણદીપ સૂરજેવાલા પ્રથમ વખત અમદાવાદ પહોંચ્યા: સૂરજેવાલાએ ગુજરાત કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બન્યા બાદ રણદીપ સૂરજેવાલા પ્રથમ વખત અમદાવાદની મુલાકાતે આવ્યા છે.  અમદાવાદ એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું 

   અમદાવાદ પહોંચેલા સૂરજેવાલાએ ગુજરાતને બાપુ અને સરદાર પટેલની ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે ગુજરાત માત્ર એક પ્રાંત નહીં, પરંતુ પ્રેરણાસ્ત્રોત છે. સૂરજેવાલાએ ગુજરાત કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.

  તેમણે જણાવ્યું કે કાર્યકરો સાથે મળીને ગુજરાતનો માર્ગ સશક્ત કરવામાં આવશે. આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોને એકજૂથ કરી જનતા વચ્ચે કોંગ્રેસનો પક્ષ મજબૂત રીતે રજૂ કરવા પર ભાર મૂકવામાં આવશે.

(12:52 PM IST)