તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Wednesday, 22nd July 2026
‘વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસરઃ અમિતભાઈ
ગાંધીનગર અને સાબરકાંઠાને રૂા. ૮૧૫ કરોડના વિકાસકામોની ભેટ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.,૨૨ : ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને નવી વેગ આપતા કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે રૂા. ૮૧૫ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સાદરા ખાતે રૂા. ૮૯ કરોડના ખર્ચે સાબરમતી નદી પર બનેલા અદ્યતન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર અને પર્યટનને મોટો વેગ મળશે. આ ઉપરાંત ચરાડા ખાતે નવીન સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (CHC) ખુલ્લું મુકાયું છે, જેનાથી આસપાસના ૧ લાખથી વધુ લોકોને ૨૪ કલાક ડાયાલિસિસ, ઓપરેશન થિયેટર અને NICU જેવી સ્વાસ્થ્ય સેવાઓ મળશે.
આ પ્રસંગે અમિતભાઈએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી પર હીરાક (રૂા. ૪૧૩.૬૩ કરોડ) અને રખિયાલ (રૂા. ૩૦૨.૫૧ કરોડ) ખાતે બે મોટા બેરેજ નિર્માણ પામશે. આ બેરેજથી ૮ મહિના સુધી પાણીનો સંગ્રહ શકય બનશે, જેનાથી વિસ્તારના ભૂગર્ભ જળસ્તરમાં ૫ થી ૧૦ ફૂટનો વધારો થશે અને ખેડૂતો તથા પશુપાલકોની સમળદ્ધિ વધશે.
અમિતભાઈએ સંબોધનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ગ્રામીણ કનેક્ટિવિટીમાં અભૂતપૂર્વ સુધારા થયા છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણ જતન માટે સવા કરોડથી વધુ વળક્ષો વાવીને હરિયાળા વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
માણસાનું નામ દેશભરમાં રોશન કરનારા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના યોગદાનને બિરદાવતા બાપુપુરા ગામ ખાતે સંસ્કાર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્થાનિક ધારાસભ્યો અને ગાંધીનગર, મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
