<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ડ્રગ્‍સના દુષણો સામે લડનાર બહાદુરોને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્‍ય બન્‍યું

ગુજરાતને મોખરે રાખવા બદલ જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક અને ગુજરાત પોલિસની હર્ષભાઈ દ્વારા હર્ષભેર પ્રસંશા... જેમની ટીમે અદભુત કામગીરી કરી તેવા ડો.કે. એલ. એન. રાવને પણ બિરદાવ્‍યા...

રાજકોટ :  યુવા પેઢીને નશાની ગરતામાં ધકેલનાર ડ્રગ્‍સ જેવા  દુષણો સામે લડનાર પોલિસ આધિકારીઓ, સ્‍ટાફને બિરદાવવા માટે કેન્‍દ્રએ તમામ રાજ્‍યોને અપીલ કરી છે. પોતાની આગવી પરંપરા મુજ્‍બ અને નો ડ્રગ્‍સ in ગુજરાત નીતિ મુજ્‍બ ડ્રગ્‍સ સામે લડનાર અને મુકાબલો કરનારાઓનુ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી હસ્‍તે બહુમાંન કરવામાં આવેલ. જેમના વિભાગોએ આ કાર્યમાં ખૂબ મહત્‍વની ભૂમિકા ભજવી તેવા CID વડા ડો. કે. એલ. એન. રાવને પણ અભિનંદન અપાયેલ.         

ડ્રગ્‍સ સામેની જાગળતિ અંગેના પુસ્‍તકનું વિમોચન થયેલ. રિવોડ આપવામાં ગુજરાત દેશનું સહુ પ્રથમ રાજ્‍ય બન્‍યું છે.  આ માટે હર્ષભાઇ દ્વારા હર્ષભેર નોંધ લીધેલ. આ પ્રકારના આવકારદાયક અભિગમ બદલ રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક અને ગુજરાત પોલિસની પ્રશંસા કરેલી.

(2:31 PM IST)