તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ગુજરાત માહિતી આયોગ દ્વારા "માહિતીનો અધિકાર સપ્તાહ-૨૦૨૬"ની તા. ૦૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ઉજવણી
અસરકારક અમલ, વહીવટી પારદર્શિતા અને નાગરિકોમાં જાગૃતિ વધારવાના હેતુસર ગુજરાત માહિતી આયોગના કોન્ફરન્સ હોલ ખાતે ત્રણ દિવસ વિવિધ વિષયગત કાર્યક્રમોનું આયોજન

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ભારત સરકાર દ્વારા દર વર્ષે તા.૦૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘માહિતીનો અધિકાર, સપ્તાહ’ની ઉજવણી-૨૦૨૬ યોજવાનું નિયત થયેલ છે. જેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર ખાતે માહિતીના અધિકાર અધિનિયમ, ૨૦૦૫ના અસરકારક અમલ, વહીવટી પારદર્શિતા અને નાગરિકોમાં જાગૃતિ વધારવાના હેતુસર ગુજરાત માહિતી આયોગના કોન્ફરન્સ હોલ ખાતે તા.૦૫ થી ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન વિવિધ વિષયગત કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસ (તા.૦૫-૧૦-૨૦૨૬ – રાજ્યના વિભાગોના નોડલ અધિકારીઓ સાથે બેઠક):
કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર. ઐયર રાજ્ય માહિતી કમિશનરઓ મનોજ પટેલ, નિખિલ ભટ્ટ family:"Shruti",sans-serif">, વિપુલ રાવલ અને ભરત ગણાત્રા દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. આ બેઠકમાં સચિવાલયના વહીવટી વિભાગોના નોડલ અધિકારીઓ સાથે વર્ષ- ૨૦૨૫-૨૬ માટે Gujarat State RTI Annual Return System માં વહીવટી વિભાગ અને તેના તાબા હેઠળની તમામ કચેરીઓના જાહેર સત્તામંડળોની માહિતીનો ડેટા અપલોડ કરવાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે મુખ્ય માહિતી કમિશનરએ Annual Return Form (ARF) સંબંધિત કામગીરી માત્ર લક્ષ્યાંક પૂર્ણ કરવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ ડેટાની ચોકસાઈ અને ગુણવત્તાને પણ સમાન મહત્વ આપવામાં આવે તેના પર ભાર મુકેલ. વધુમાં આ બેઠકમાં E-Sarkar Portal ના RTI Module માં જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીનું Mapping સમયસર અને ચોકસાઈપૂર્વક કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી RTI સંબંધિત અરજીઓ તથા અપીલોની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે.
બીજો દિવસ (તા.૦૬-૧૦-૨૦૨૬ - GMRC –RTI જાગૃતિ કાર્યક્રમ):
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ના PIOs અને APIOs માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આયોગના કોન્ફરન્સહોલ ખાતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ હાજર રહેલ તેમજ સુરત ખાતેના PIOs અને APIOs વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા હતા. આયોગના સચિવના પ્રાસંગીક ઉદ્બોધન બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિક કલેક્ટર દ્વારા માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ ઐયર અને અન્ય તમામ માન.રાજ્ય માહિતી કમિશનરઓનું સ્વાગત કરી કાર્યક્રમના હેતુ બાબતે સૌને જણાવેલ. મુખ્ય માહિતી કમિશનરએ જાહેર વહીવટમાં પારદર્શિતા અને સુશાસન લાવવા માટે RTI નો કાયદો અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવેલ અને સચોટ માહિતી આપવા અને સકારાત્મક અભિગમ રાખવા ભાર મૂક્યો હતો. આયોગના કાયદા અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી અધિકારીઓની દૈનિક કામગીરીની મૂંઝવણોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું.
ત્રીજો દિવસ (તા.૦૭-૧૦-૨૦૨૬ - લો કોલેજ વિદ્યાર્થી -RTI જાગૃતિ કાર્યક્રમ):
ગાંધીનગરની જુદી-જુદી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સચિવ પરેશ દવેએ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના કાયદાની પૃષ્ઠભૂમિ અંગે જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓને આયોગના કાયદા અધિકારી સુશ્રી જાગૃતિબેન પટેલ દ્વારા આયોગનો વિડિયો પોડકાસ્ટ દર્શાવવામાં આવ્યો હતો તેમજ નામ. સુપ્રિમ કોર્ટ, નામ.હાઇકોર્ટ અને આયોગના મહત્વપૂર્ણ ચુકાદાઓ અંગે આયોગની વેબસાઇટ અંગે વિગતવાર માહિતી આપી રસપ્રદ પ્રશ્નોતરી સેશન યોજવામાં આવ્યું હતું.
આ ત્રણેય દિવસના કાર્યક્રમો દરમિયાન સચિવાલયના નોડલ અધિકારીઓ, મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલ સહકાર અને સક્રિય ભાગીદારી બદલ ગુજરાત માહિતી આયોગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
