News of Friday, 27th November 2026
સુરતના નાસીર નગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગંભીર સવાલો કર્યા
શું રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારીની સલાહ અધિકારીઓ ન માને તે ગ્રાહ્ય રાખી શકાય?: કોર્ટે સરકારી વકીલને ચીફ સેક્રેટરીના ધ્યાને મામલો લાવી જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યા

સુરતના નાસીર નગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગંભીર સવાલો કર્યા છે. રાજ્યના એડવોકેટ જનરલની સલાહની અવગણના કરવાના મુદ્દે કોર્ટે સવાલ ઉઠાવ્યો કે શું રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારીની સલાહ અધિકારીઓ ન માને તે ગ્રાહ્ય રાખી શકાય? મ્યુનિસિપલ કમિશનર કે સ્ટેન્ડિંગ ચેરમેન એડવોકેટ જનરલની વાત સાથે સહમત ન હોવાનું કહી શકે કે કેમ તે અંગે પણ કોર્ટે સવાલ કર્યો. એડવોકેટ જનરલની સલાહ વિરુદ્ધ કામ કરનારા અધિકારીઓ સામે શું પગલાં લેવાશે તેનો ખુલાસો માંગ્યો છે. કોર્ટે સરકારી વકીલને ચીફ સેક્રેટરીના ધ્યાને મામલો લાવી જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. કેસની વધુ સુનાવણી 4 ડિસેમ્બરે હાથ ધરાશે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
