તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બાર કાઉન્સિલમાં બે મહિલા સભ્યોની કો ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક કરાઈઃ કુલ ૨૫ સભ્યોનું બોર્ડ પૂરું થયું
નિવૃત્ત જસ્ટીસ મોનાબેન ભટ્ટ અને સિનિયર એડવોકેટ મેઘાબેન જાનીની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિયુક્તિ કરાઇ

રાજકોટ તા ૧૪: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોની રચના માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બાર કાઉન્સિલમાં બે કો-ઓપ્ટેડ મહિલા સભ્યો તરીકે નિવૃત્ત જસ્ટિસ મૌના એમ. ભટ્ટ અને સિનિયર એડવોકેટ મેઘાબેન જાનીની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે, જે સાથે જ કાઉન્સિલના કુલ ૨૫ સભ્યનું સંખ્યાબળ વિધિવત પૂર્ણ થઈ ચૂકયું છે.કો-ઓપ્ટેડ સભ્યોની નિમણૂક પૂર્ણ થતાં જ હવે બાર કાઉન્સિલના હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. આગામી તારીખ૧૯ને શનિવારના રોજ બપોરે ૧૨:૩૯ કલાકે તમામ હોદ્દેદારોની નિમણૂક માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ જનરલ બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી છે. આ મહત્ત્વની બેઠક રાજ્યના એડવોકેટ જનરલની સીધી અધ્યક્ષતામાં યોજાશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પરંપરા અને નિયમો મુજબ બેઠકમાં સૌ પ્રથમ ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે. સર્વોચ્ચ પદો ૫૨ નિમણૂક પૂર્ણ થયા બાદ તબક્કાવાર રીતે અન્ય વૈધાનિક હોદ્દાઓ, એક્ઝિકયુટિવ કમિટી, ડિસિપ્લિનરી કમિટી તથા અન્ય મહત્ત્વની સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક આખરી કરવામાં આવશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
