<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સ કેસના 65 ટકા ગુનેગારોને સજા અપાવવામાં સફળતા મળી: ગૃહમંત્રી હર્ષ સંઘવી

13 આંતકવાદીઓ ઝડપવાની ઘટનામાં ATS સત્તાવાર નિવેદન જાહેર કરશે. અમદાવાદ ફટાકડા ફેકટરી બ્લાસ્ટમાં SIT ની રચના કરાશે: દહેજમાં 2212 કરોડના ડ્રગ્સના જથ્થાના નાશ બાદ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું.

ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સના કેસના 65 ટકા ગુનેગારોને સજા અપાવવામાં સફળતા મળી રહી છે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આણંદ એકાઉન્ટરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને પોલીસ પર હુમલો કરનાર ગુનેગારને કઈ રીતે છોડી શકાય? તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 13 આંતકવાદીઓ ઝડપવાની ઘટનામાં ATS સત્તાવાર નિવેદન જાહેર કરશે. અમદાવાદ ફટાકડા ફેકટરી બ્લાસ્ટમાં SIT ની રચના કરાશે, સાંજે રીવ્યુ બેઠક કરી વધુ માહિતી અપાશે. દહેજમાં 2212 કરોડના ડ્રગ્સના જથ્થાના નાશ બાદ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું .

(6:28 PM IST)