તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગુજરાત સરકારનું ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ' કવચ : વહીવટમાં પારદર્શિતા માટે ૩૧ ઓક્ટોબરથી સતર્કતા જાગૃતિ સપ્તાહ અને ત્રણ મહિનાની વ્યાપક ઝુંબેશ
‘Probity for Prosperity’ ની થીમ હેઠળ સાયબર સુરક્ષા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, AI અને ડેટા એનાલિટિક્સ આધારિત તાલીમ આપી ભ્રષ્ટાચારના કારણો પહેલેથી જ દૂર કરાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સરકારી વહીવટમાં પારદર્શિતા વધારવા ‘Probity for Prosperity’ થીમ સાથે ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ'અને ૧૦ સપ્ટેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી ત્રણ મહિનાની નિવારાત્મક સતર્કતા ઝુંબેશ યોજાશે. ઝુંબેશ અંતર્ગત તમામ વિભાગોમાં શપથ, સ્પર્ધાઓ અને તાલીમ યોજાશે. ગૃહ વિભાગ, પોલીસ મહાનિયામક અને NFSU દ્વારા સાયબર સિક્યોરિટીની તાલીમ અપાશે. ઉદ્યોગ વિભાગ ‘સતર્ક સપ્લાયર, સ્ટ્રોંગ ગુજરાત'હેઠળ ૫૦૦થી વધુ અધિકારીઓને તાલીમ આપશે. નાણા વિભાગ NFSUના સહયોગથી ફોરેન્સિક એકાઉન્ટિંગ તથા મહેસૂલ વિભાગ SPIPA, GNLU અને દીનદયાલ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી AI, RTI અનેPrevention of Corruption Act અંગે તાલીમ આપશે. જેમાં CBI, GVC, ACB અને લોકાયુક્તના નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
માર્ગ-મકાન અને જળસંપત્તિ વિભાગને PWD Manual તથા સેક્શન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ GeM અને IIT ગાંધીનગરના સહયોગથી Data Analytics, Digital Twins દ્વારા ‘Predictive Vigilance’ ની તાલીમ આપશે. સાથે જ મિલકતોના ડિજિટાઇઝેશન અને દબાણો દૂર કરવા પગલાં લેવાશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
