તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ગુજરાત સરકાર અને કામનાથ પ્રાઇવેટ લી. કંપની વચ્ચે ૪૫૫ કરોડના લોક ઉપયોગી વિકાસ કામના કરાર
રાજકોટના પ્રિયવદનભાઈ કક્કડે રઘુવંશી સમાજનું ગૌરવ વિશ્વ લેવલે વધાર્યું અભિનંદન વર્ષ્યા અપરંપાર : ગુજરાતમાં વિવિધ સ્થળોએ લક્ઝરી હોટલ, રિસોર્ટ, વેલનેસ રિસોર્ટ તેમજ ડેસ્ટિનેશન જેવી અધતન પર્યટન સુવિધાઓ આગાવી સૂઝબુઝ ધરાવતી કંપનીની દરંદેશીનો લાભ મળશે : પર્યટ્નમાં ગુજરાત વિશ્વ લેવલે મોખરાનું સ્થાન મેળવે તેવી અમારી અભિલાષા : પ્રવાસન કમિશ્નર ડો. વીપીન ગર્ગ : અનુભવાત્મક અને સર્જનાત્મક નીતિ પ્રવાસન માટે કેન્દ્રબિન્દુ સાબિત થશે : પ્રવાસન સચિવ ડો. કુલદીપ આર્ય, આ કરાર રોકાણ માટે નવા દ્વાર ખોલશેઃ તરવરિયા ડાયરેક્ટર અવધ કક્કડ

રાજકોટ, તા. ૩૦ : વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે જીએસએફસી યુનિવર્સિટી ખાતે ‘‘વડોદરામાં સ્મારકોથી આગળ - ગુજરાતમાં અનુભવાત્મક અને સર્જનાત્મક પ્રવાસન'' વિષયક સેમિનાર યોજાયો. આ પ્રસંગે ગુજરાત પર્યટન અને કામનાથ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે આશરે ૪૫૫ કરોડના રોકાણ માટે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર કરાયા. આ રોકાણ અંતર્ગત રાજ્યના વિવિધ સ્થળોએ લક્ઝરી હોટેલ, રિસોર્ટ, વેલનેસ રિસોર્ટ તેમજ ડેસ્ટિનેશન વેડિંગ જેવી આધુનિક પર્યટન સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.
પ્રવાસન કમિશનર ડૉ. વિપિન ગર્ગએ જણાવ્યું કે જીવંત વારસા, સ્થાનિક સમુદાયોની ભાગીદારી અને સાંસ્કળતિક વૈવિધ્યના આધારે ગુજરાત વૈશ્વિક સ્તરે અનુભવાત્મક પ્રવાસન માટે અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવાની અપાર ક્ષમતા ધરાવે છે. પ્રવાસન સચિવ ડૉ. કુલદીપ આર્યા (આઇએએસ)એ કહ્યું કે અનુભવાત્મક અને સર્જનાત્મક પ્રવાસન રાજ્યની ભાવિ પ્રવાસન નીતિનું મહત્વનું કેન્દ્રબિંદુ બનશે. સરકાર પ્રવાસન ક્ષેત્રમાં રોકાણ, જાહેર -ખાનગી ભાગીદારી અને ટકાઉ પ્રવાસન પહેલોને પ્રોત્સાહન આપી રહી છે. સેમિનારમાં રાધિકારાજે ગાયકવાડ, પ્રો. આર. જે. વસાવડા અને ડૉ. આશિષ કુલકર્ણી સહિતના નિષ્ણાતોએ ભાગ લીધો. વક્તાઓએ જણાવ્યું કે આજના પ્રવાસીઓ સ્થાનિક જીવનશૈલી, હસ્તકળા, તહેવારો, પરંપરાગત ભોજન અને જીવંત સંસ્કળતિનો અનુભવ કરવા માંગે છે. પેનલ ચર્ચામાં વારસા સંરક્ષણ, મ્યુઝિયમ, સમુદાય આધારિત પ્રવાસન, કુલિનરી પ્રવાસન, ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક રોજગારીના મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો. ડાયરેક્ટર અવધ કક્કડે જણાવ્યું કે, આ સમજૂતી કરાર ઉદ્યોગ, વેપાર, સ્ટાર્ટઅપ અને રોકાણ માટે નવી તકોનું દ્વાર ખોલનાર મહત્વપૂર્ણ પગલું છે. સેમિનારમાં ગુજરાતની સમળદ્ધ અમૂર્ત સાંસ્કળતિક ધરોહરને ઉજાગર કરતી વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ કરાયું હતું.
ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત સુરતમાં વિશ્વભરના અને દેશના ટોચના ઉદ્યોગ ગળહોની ઉપસ્થિતીમાં યોજાયેલ વાઇબ્રન્ટ સમિટમાં મૂળ રાજકોટના પ્રિયવદનભાઈ કક્કડ એમડી તરીકે સેવા આપે છે તેવા કામનાથ પ્રાઇવેટ લિમિટેડની મહત્વની ભૂમિકા રહી છે. દમણ અને દીવમાં તેમના લક્ઝુરિયસ ટેન્ટ સાથેની હોટલને વૈશ્વિક લેવલે શ્રેષ્ઠ હોસ્પિટાલિટી માટે એવોર્ડ મળ્યા છે.
ગુજરાત સરકારના મહેમાન તરીકે જ્યારે વિદેશના રાષ્ટ્રપ્રમુખ આવે છે ત્યારે ગુજરાતની આન, બાન અને શાનમાં વધારો થાય એ જ પ્રાયોરિટી સાથે તેમને મહત્વની કામગીરી સોંપવામાં આવે છે.
ગુજરાતની આન, બાન અને શાનનો દુનિયામાં ડંકો વાગે તે મૂળ રાજકોટના કામનાથ પ્રા. લિ.ના એમડી પ્રિયવદનભાઈ કક્કડની વિશેષતા છે. આ ગુણોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂઆતથી જ પારખી લીધા હતા.
નરેન્દ્રભાઈ મોદી, સીએમ હતા તે સમયથી જ પ્રિયવદન કક્કડમાં છુપાયેલ ટેલેન્ટ પારખી ગયેલ
રાજકોટ : ગુજરાત સરકારના મહેમાન તરીકે જયારે વિદેશના રાષ્ટ્રપ્રમુખ આવે છે ત્યારે ગુજરાતની આન, બાન અને શાનમાં વધારો થાય એ જ પ્રાયોરિટી સાથે તેમને મહત્વની કામગીરી સોંપવામાં આવે છે. ગુજરાતની આન, બાન અને શાનનો દુનિયામાં ડંકો વાગે તે મૂળ રાજકોટના કામનાથ પ્રા.લિ.ના એમડી પ્રિયવદનભાઇ કક્કડની વિશેષતા છે. આ ગુણોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂઆતથી જ પારખી લીધા હતા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
