તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ગુજરાત સરકાર દ્વારા 7.98 ટકાની ગુજરાત રાજ્ય વિકાસ લોન 2026ની રકમના વ્યાજ સહિતના નાણાં પરત ચુકવવાની જાહેરાત
આગામી 25 મે 2026ના રોજ લોન ધારકોને બાકી રહેતી રકમ અને લેણાં વ્યાજ સાથે દાર્શનિક કિંમતે ચુકવણી કરી દેવામાં આવશે જેના માટે જરૂરી વિધિ પૂર્ણ કરવા નાણા વિભાગના સચિવ સંદીપ કુમારની યાદી

ગાંધીનગર :ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડીને મહત્વની જાણકારી આપવામાં આવી છે. નાણા વિભાગના જણાવ્યા અનુસાર, સરકારના જાહેરનામા ક્રમાંક જીએન 33 ઓએમબી 10 2016 161 ડીએમઓ તારીખ મે 20, 2016 હેઠળ જે 7.98 ટકાની ગુજરાત રાજ્ય વિકાસ લોન 2026 લેવામાં આવી હતી, તેની પુનઃચુકવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ લોનની બાકી રહેતી રકમ વત્તા તારીખ 24 મે 2026 સુધીના લેણાં વ્યાજ સાથેની કુલ રકમ તારીખ 25 મે 2026ના રોજ દાર્શનિક કિંમતે ચુકવવામાં આવશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે જો તારીખ 25 મે 2026ના રોજ રાજ્ય સરકાર દ્વારા વટાઉખત અધિનિયમ 1881 હેઠળ જાહેર રજા જાહેર કરવામાં આવી હશે, તો આ ચુકવણી તેના પછીના આગામી ચાલુ દિવસના રોજ ચુકવવામાં આવશે. ખાસ નોંધનીય બાબત એ છે કે તારીખ 25 મે 2026 અને ત્યારબાદ આ લોન પર કોઈ પણ પ્રકારનું વ્યાજ મળવાપાત્ર રહેશે નહીં.
સરકારી જામીનગીરી વિનિયમો 2007ના પેટા વિનિયમ 24(2) અને 24(3)ની જોગવાઈઓ મુજબ, સહાયકારી સામાન્ય ખાતાવહી અથવા અંગભૂત સહાયકારી હિસાબ કે શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં જામીનગીરી ધારણ કરનાર નોંધાયેલ ધારકોને પાકતી મુદતે નાણાંની ચૂકવણી તેમના બેંક ખાતાની વિગતો મુજબ ચૂકવણી હુકમથી કે વિજાણું માધ્યમો મારફત કરવામાં આવશે. મૂળ બચતદાર કે અનુગામી ધારકોએ આ માટે બેંક, તિજોરી, પેટા તિજોરી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની જે તે શાખા જ્યાં તેઓ વ્યાજની ચૂકવણી માટે નોંધાયેલા હોય ત્યાં બેંક ખાતાની સુસંગત વિગતો રજૂ કરવાની રહેશે.
જે ધારકો પાસે વિજાણું માધ્યમો મારફત ભંડોળ મેળવવા માટેના આદેશનો અભાવ હોય, તેઓએ પુનઃચુકવણીની પ્રક્રિયા સરળ બનાવવા માટે લોન પાકવાની તારીખના 20 દિવસ પહેલા જાહેર દેવા કચેરી ખાતે પોતાની જામીનગીરીઓ રજૂ કરવી પડશે. આ જામીનગીરીઓની ઉલટી બાજુ પર "પ્રમાણપત્ર અંગેની મુદ્દલ બાકી રકમ/લેણું મળેલ છે" તેવી નોંધ કરવી ફરજિયાત છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો જામીનગીરીઓ સ્ટોક સર્ટીફીકેટના રૂપમાં હોય તો તે તિજોરીમાં નહીં પણ સરકારી તિજોરીનું કામ કરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની સંબંધિત શાખામાં જ રજૂ કરવાની રહેશે. જો કોઈ ધારક અન્ય સ્થળેથી ચુકવણી મેળવવા ઈચ્છતા હોય તો તેમણે વિધિસરના શેરો અને દરખાસ્ત સાથે પબ્લિક ડેન્ટ ઓફીસને રજિસ્ટર્ડ અને વીમો ઉતરાવેલ ટપાલ દ્વારા સંપર્ક કરવાનો રહેશે, ત્યારબાદ પબ્લિક ડેન્ટ ઓફીસ દ્વારા ગુજરાત રાજ્યમાં ચુકવવાપાત્ર ડ્રાફ્ટ કાઢી આપીને ચુકવણી કરવામાં આવશે. નાણા વિભાગના સચિવ સંદીપ કુમાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ બાબતે વિગતવાર જાણવા માટે, આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
