<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ગુજરાત સરકાર દ્વારા પાટણ - અમરેલી સહિતના 6 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને નિમણૂક કરાઈ : તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળવા આદેશ : જુઓ સંપૂર્ણ સૂચિ

પંચાયત વિભાગ દ્વારા જાહેર હિત અને સ્વવિનંતીના આધારે વર્ગ-૨ ના અધિકારીઓની ફેરબદલી કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ ના તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ અંગે સચિવાલય, ગાંધીનગર દ્વારા તા. ૧૭/૧૦/૨૦૨૫ ના રોજ સત્તાવાર અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

અધિસૂચના અનુસાર, જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમની ક્રમવાર વિગતો નીચે મુજબ છે:

૧. શ્રી વિજયસિંહ બાબુજી પરમાર: હાલ સિદ્ધપુર, જિ.પાટણ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમને બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ, જિ.સુરત ખાતે જાહેર હિતાર્થે નિમણૂક આપવામાં આવી છે.

૨. શ્રી હરદિપસિંહ છત્રસિંહ ઘરીયા: હાલ માંગરોળ, જિ.સુરત ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમને બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, સિદ્ધપુર, જિ.પાટણ ખાતે જાહેર હિતાર્થે નિમણૂક આપવામાં આવી છે.

૩. ડો. પી. એસ. આસોડીયા: હાલ અંબિકા, જિ.સુરત ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમને બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, આહવા, જિ.ડાંગ ખાતે જાહેર હિતાર્થે નિમણૂક આપવામાં આવી છે.

૪. શ્રી પંકજકુમાર જોરાવરસિંહ મહિડા: હાલ મહેમદાવાદ, જિ.ખેડા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમને બદલી કરીને મદદનીશ વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર (પ્રતિનિયુક્તિથી) ખાતે જાહેર હિતાર્થે નિમણૂક આપવામાં આવી છે.

૫. સુશ્રી ભાવનાબેન નાનજીભાઈ વાલેરા: હાલ બગસરા, જિ.અમરેલી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમને સ્વવિનંતીના આધારે બદલી કરીને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.ઈ.), જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
6. 
૬. શ્રી મહેશ પરષોત્તમભાઈ વિરાણી: હાલ શિનોર, જિ.વડોદરા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેમને સ્વવિનંતીના આધારે બદલી કરીને ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.ઈ.), જિલ્લા પંચાયત કચેરી, વલસાડ ખાતે નિમણૂક આપવામાં આવી છે.

સદરહુ બદલી હેઠળના તમામ અધિકારીઓને તેમના સંબંધિત નિયંત્રણ અધિકારી દ્વારા તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી નિમણૂકવાળા સ્થળે હાજર થવાની કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

(5:40 PM IST)