તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ગુજરાતને મળ્યો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ બેઠક સમક્ષ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગૌરવ સાથે કર્યો પ્રસ્તુત
બાગાયત ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવી દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે સન્માન : સમગ્ર મંત્રી મંડળે કૃષિ વિભાગને પાઠવ્યા અભિનંદન

ગાંધીનગર, તા. 15 : રાજ્ય સરકારના કૃષિ વિભાગને વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત _એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ_ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ એવોર્ડ તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા 17મા _એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવ_માં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના શુભ હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો.
કૃષિ વિભાગ દ્વારા બાગાયત ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ અને નવતર કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાતને આ સન્માન મળ્યું છે.
આ એવોર્ડની ગૌરવપૂર્ણ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ ગુજરાતને મળેલો આ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર મંત્રી મંડળ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.
બેઠક દરમિયાન સમગ્ર મંત્રી મંડળે રાજ્યના કૃષિ વિભાગની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કૃષિ અને બાગાયત ક્ષેત્રે અમલમાં મૂકેલી નવીન પહેલોના સકારાત્મક પરિણામોના કારણે ગુજરાતને અગાઉ પણ 2009, 2014 અને 2018માં _શ્રેષ્ઠ કૃષિ રાજ્ય_નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ રાજ્યના ખેડૂતલક્ષી વિકાસ અને કૃષિ નીતિઓની સફળતાનું પ્રતીક છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
