News of Tuesday, 17th November 2026
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા કાલે અમદાવાદ પહોંચશે :બે દિવસ મહત્વપૂર્ણ બેઠક યોજશે
પક્ષની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની મહત્વની બેઠક યોજીને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી રણનીતિ અંગે મંથન કરશે

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા આગામી બે દિવસના મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જે અંતર્ગત તેઓ આવતીકાલે સવારે 9:20 કલાકે અમદાવાદ ખાતે આવી પહોંચશે. પોતાના આ પ્રવાસ દરમિયાન 18 નવેમ્બરે તેઓ પક્ષની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની મહત્વની બેઠક યોજીને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી રણનીતિ અંગે મંથન કરશે. ત્યારબાદ, 19 નવેમ્બરે સુરજેવાલા રાજ્યભરના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે સંગઠનાત્મક બેઠક યોજશે, તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ સીધી ચર્ચા કરીને પક્ષને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપશે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
