<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વાંસદા મુલાકાત: બૂથ સંવાદ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને બૂથ મજબૂતી, લોકસંપર્ક અને સોશિયલ મીડિયા દ્વારા સરકારની યોજનાઓના પ્રચારનું આપ્યું માર્ગદર્શન

ભાજપા કાર્યકર 365 દિવસ પ્રજા વચ્ચે,નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડજો : સંગઠનને વધુ સુદ્રઢ બનાવવા સતત પ્રવાસ અને વ્યવસ્થાપન પર ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષે આપ્યો ભાર

વાંસદા, તા. 17  : ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્માએ આજે દક્ષિણ ગુજરાતના વાંસદા વિધાનસભા વિસ્તારના વાંસીયાતળાવ ખાતે યોજાયેલા બૂથ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ તમામ બૂથને વધુ સક્રિય અને સંગઠિત બનાવવાનો હતો.

પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આગામી સમયમાં પક્ષને વધુ મજબૂત કરવા માટે ત્રણ બાબતો ખૂબ જરૂરી છે સત પ્રવાસ.કાર્યકર્તાઓએ ગામ-ગામ અને ઘર-ઘર સુધી પહોંચવું.મજબૂત લોકસંપર્ક. પ્રજાની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ કરવું.બૂથ સ્તરનું સુચારુ વ્યવસ્થાપન.દરેક બૂથ પર પેજ પ્રમુખથી લઈને કાર્યકર્તાઓની જવાબદારી નક્કી કરીને કામ કરવું.

તેમણે કાર્યકર્તાઓને અવિરતપણે કાર્યરત રહેવા અને પક્ષના સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.

શ્રી વિશ્વકર્માએ સોશિયલ મીડિયાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આજના સમયમાં માહિતી સૌથી ઝડપથી સોશિયલ મીડિયા દ્વારા પહોંચે છે. તેથી તમામ કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસના કામો અને લોકોપયોગી નિર્ણયોનો* પ્રચાર-પ્રસાર સોશિયલ મીડિયા અને લોકસંપર્ક દ્વારા દરેક બૂથ સુધી કરવો.

કાર્યકર્તાઓના ઉત્સાહને વધારતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, "ભાજપાનો કાર્યકર માત્ર ચૂંટણીના સમયે જ નહીં, પરંતુ 365 દિવસ પ્રજાની વચ્ચે રહે છે અને પ્રજાની સમસ્યાના સમાધાન માટે સત કાર્ય કરે છે. એટલે જ ભાજપા પર લોકોનો વિશ્વાસ છે."

બૂથ સંવાદ કાર્યક્રમમાં વાંસદા વિધાનસભા વિસ્તારના મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર પ્રમુખો, મંડળના હોદ્દેદારો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનને આવકાર્યું હતું.

(4:19 PM IST)