તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
કારગિલ વિજય દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરતના કારગિલ ચોક ખાતે અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
કારગિલ વિજય દિવસ એ વીર જવાનોના અદમ્ય શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને નમન કરવાનો પવિત્ર અવસર" : કાર્યક્રમ દરમિયાન પૂર્વ સૈનિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું

સુરત: કારગિલ વિજય દિવસના પાવન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સુરત મહાનગર ખાતે એક વિશેષ શ્રદ્ધાંજલિ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કારગિલ ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ હાજરી આપીને દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે તેમણે દેશની સેવા કરનારા પૂર્વ સૈનિકોનું પણ વિશેષ સન્માન કર્યું હતું.
વીર સૈનિકોની શૌર્યગાથા આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે:
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને કાર્યકરોને સંબોધતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કારગિલ વિજય દિવસ એ માત્ર એક ઐતિહાસિક વિજયની યાદગીરી નથી, પરંતુ ભારત માતાની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા આપણા વીર જવાનોના અદમ્ય શૌર્ય, અપરિમિત પરાક્રમ અને સર્વોચ્ચ બલિદાનને નમન કરવાનો એક પવિત્ર અવસર છે. દેશના સૈનિકો એ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે.
દેશના વીર સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા સૈનિકોની અજોડ વીરતા, દેશભક્તિ અને બલિદાનની ગાથાઓ દેશની આવનારી તમામ પેઢીઓ માટે હંમેશા રાષ્ટ્રસેવાના પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
