તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત : રાજ્યના ૨૮૨થી વધુ વકીલ મંડળોની તા.૧૮ ડિસેમ્બરે એક સાથે ચૂંટણી યોજાશે

રાજકોટ, તા. ૨૬: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન સહિત રાજયના તમામ ૨૮૨ થી વધુ વકીલમંડળો (બાર એસોસીએશન)ની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આગામી તા.૧૮મી ડિસેમ્બરે રાજયભરમાં એકસાથે એક જ દિવસે યોજવા અંગે ગુજરાત બાર કાઉન્સીલ તરફથી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સીલની મળેલી અસાધારણ સભામાં ચૂંટણી અંગેનો સત્તાવાર વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાત બાર કાઉન્સિલ ની યાદી મુજબ તા.૧ થી તા.૫ ડિસે.૨૦૨૬ દરમ્યાન ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તા.૮-૧૨-૨૦૨૬ રાખવામાં આવી છે
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ મુજબ, રાજયના તમામ બાર એસોસીએશનોએ તેમના વકીલમંડળમાં નોંધાયેલા વકીલ - સભ્યોની યાદી તા.૨૦-૧૧-૨૦૨૬ સુધીમાં ગુજરાત બાર કાઉન્સીલની કચેરીમાં મોકલી દેવાની રહેશે. જે તે વકીલમંડળોએ તેમના ત્યાંની ચૂંટણી માટે છેલ્લી તારીખ તા.૨૧-૧૧-૨૦૨૬ - રહેશે. તમામ બાર એસોસીએશનોએ મતદાર યાદીનું પ્રકાશન તેમના નોટિસ બોર્ડ પર તા. ૨૩-૧૧-૨૦૨૬એ લગાવી દેવાનું રહેશે. જો કોઈ વાંધો કે તકરાર હોય અથવા વાંધા અરજી હોય તો તે તા.૨૫-૧૧-૨૦૨૯થી તા.૨૭-૧૧-ય્ ૨૦૨૬ દરમ્યાન ચૂંટણી કમિશનર સમક્ષ રજૂ કરી શકાશે. તમામ - વકીલમંડળોએ તા.૩૦-૧૧-૨૦૨૬ના - રોજ તેમની આખરી અને અંતિમ મતદાન યાદી પ્રસિધ્ધ કરી દેવાની રહેશે.
કમિશનરની નિમણૂંક કરવાની કાર્યવાહી બાદ વકીલમંડળોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે આવેદનપત્ર ભરવાની તા.૧-૧૨-૨૦૨૬થી તા.૫-૧૨-૨૦૨૬ - સુધીની રહેશે, ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ તા.૭-૧૨-૨૦૨૬ ને રહેશે, જ્યારે ઉમેદવારી ફોર્મ પરત - ખેંચવાની તારીખ તા.૮-૧૨-૨૦૨૬ રાખવામાં આવી છે તારીખ ૯ ના રોજ આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે
કોઈપણ વકીલમંડળ ઠરાવ કરીને હોદ્દેદારો કે કારોબારી સમિતિ નિયુકત નહીં કરી શકે ગુજરાત બાર કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ બાર એસોસીએશન પોતાની સામાન્ય સભામાં માત્ર ઠરાવ કરીને બાર એસોસીએશનના હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણૂંક કરી શકશે નહી. જે બાર એસોસીએશનોએ ચૂંટણી યોજવાની થતી હોય તેવા તમામ બાર એસોસીએશનોએ ગુજરાત બાર એસોસીએશનના નિયમો-૨૦૧૫ના નિયમ -૪૯ મુજબ, ચૂંટણીની પ્રક્રિયા ફરજિયાત હાથ ધરવાની રહેશે.
ચૂંટણીના પરિણામો અંગે વાંધો હોય તો દસ દિવસમાં બાર કાઉનિસિલને ફરિયાદ કરી શકશે તા.૧૮-૧૨-૨૦૨૬ના રોજ ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી જાહેર થયેલ પરિણામો ગુજરાત બાર કાઉન્સીલની કચેરીને મોકલી આપવાના રહેશે. જો પરિણામો અંગે કોઇપણ ઉમેદવાર કે વકીલોને વાંધો હોય તો ગુજરાત બાર એસોસીએશન રૂલ્સ-૨૦૧૫ના નિયમ-૪૯(જી) મુજબ, દસ દિવસમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને અરજી કરી ફરિયાદ કરી શકશે
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આ ચૂંટણી સંબંધે કેટલાક જરૂરી નિયમો અને રૂલ્સ પણ જાહેર કરેલ છે ગુજરાત ભરના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાના ૨૮૨ વકીલ મંડળોએ આ નિયમો અને રૂલ્સ ને ફોલો કરવાના રહેશે.
ગુજરાતના તમામ ૨૮૨ વકીલ મંડળોની ચૂંટણીમાં ૩૦ ટકા જગ્યા મહિલા અનામત માટે રાખવી પડશે
રાજકોટ, તા .૨૬: ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જાહેર થયેલ આદેશ મુજબ આગામી ૧૮ ડિસેમ્બરે સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેલા ૨૮૨ બાર એસોસિએશનની ચૂંટણી ૧૮ ડિસેમ્બર યોજવાનું નક્કી થયેલ છે
આ ચૂંટણીમાં ૩૦ ટકા જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે સુપ્રીમ કોર્ટ આપેલ નિર્દેશ મુજબ ૩૦ ટકા અનામત જગ્યામાં એકઝીકયુટીવ મેમ્બર કે ટેઝરર ની સીટો મહિલા અનામત માટે રાખવાની જોગવાઈ થયેલ છે આથી સુપ્રીમ કોર્ટના જુદા જુદા દરેક બાર એસોસીએશનમાં ૩૦ ટકા જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવી પડશે અને આ જગ્યા ઉપર મહિલા ઉમેદવારોની ઉમેદવારી નોંધાયા બાદ ચૂંટણી પ્રક્રિયાને આગળ કરી શકાશે
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
