News of Friday, 27th November 2026
ગુજરાત ATSએ ઝડપાયેલા આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી
30 વર્ષમાં પહેલીવાર ગુજરાતમાં AK-47 મળી આવી હોવાનો પણ દાવો: આરોપી જેહાદી વલણ ધરાવતો હોવાની વિગતો સામે આવી :આરોપીના ઘરની તપાસ જરૂરી :લિગલ ટીમના વકીલે કેસ લડવાનો ઇનકાર કરતાં સુનાવણીમાં વિલંબ

ગુજરાત ATSએ ઝડપાયેલા આતંકીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. ATSએ કોર્ટમાં જણાવ્યું કે આરોપીનું વતન બાંગ્લાદેશથી થોડા કિલોમીટરના અંતરે છે. 30 વર્ષમાં પહેલીવાર ગુજરાતમાં AK-47 મળી આવી હોવાનો પણ દાવો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી જેહાદી વલણ ધરાવતો હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવ્યું હતું. આરોપીના ઘરની તપાસ જરૂરી હોવાથી રિમાન્ડ માગવામાં આવ્યા છે. જોકે, આરોપી તરફથી લિગલ ટીમના વકીલે કેસ લડવાનો ઇનકાર કરતાં સુનાવણીમાં વિલંબ થયો હતો. જજે આરોપીને પોતાની તરફેણમાં વકીલ રોકવાનો અધિકાર સમજાવી પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
